________________
છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર પરિશિષ્ટ
આવે છે અને કોઈ કપટ યુક્ત આલોચના કરે તો કપટની જાણકારી થવા પર આવેલ પ્રાયશ્ચિત્તથી એક માસ અધિક પ્રાયશ્ચિત્ત થાય છે અર્થાત્ કપટ કરવાથી એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત વધુ આપીને સંયુક્ત કરી દેવાય છે.
૪૬
૯ પૂર્વથી લઈને ૧૪ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની; આ આગમ વિહારી સાધુઓ આલોચકના કપટને પોતાના જ્ઞાન દ્વારા જાણી લે છે, તેથી તેઓના સન્મુખ જ આલોચના અને પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. તેઓના અભાવમાં શ્રુત વ્યવહારી સાધુ ત્રણ વાર આચના સાંભળીને ભાષા તથા ભાવોથી કપટને જાણી શકે છે કારણ કે તે પણ અનુભવી ગીતાર્થ હોય છે.
જો કપટ સહિત આલોચના કરનારાનું કપટ જાણી ન શકાય તો તેની શુદ્ધિ થઈ શકતી નથી એટલે, આગમોમાં આલોચના કરનારાની અને સાંભળનારાની યોગ્યતા કહેલ છે તથા આલોચના સંબંધી વિવિધ વર્ણન પણ કર્યું છે. જેમ કે– (૧) ઠાણાંગ અ—૧૦માં આલોચના કરનારાને ૧૦ ગુણયુક્ત હોવું અનિવાર્ય કહેલ છે. જેમ કે– (૧) જાતિ સંપન્ન (૨) કુળ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાન (૮) દમિતેન્દ્રિય (૯) અમાયી (૧૦) આલોચના કરીને પશ્ચાત્તાપ ન કરનારા.
(૨) ઠાણાંગ અ-૧૦માં આલોચના સાંભળનારના ૧૦ ગુણ આ પ્રકારે કહેલ છે.જેમ કે– (૧) આચારવાન (૨) બધા દોષોને સમજી શકનારા (૩) પાંચ વ્યવહારોના ક્રમના જ્ઞાતા (૪) સંકોચ નિવારણમાં કુશળ (૫) આલોચના કરાવવામાં સમર્થ (૬) આલોચનાને કોઈની પાસે પ્રગટ ન કરનારા (૭) યોગ્ય પ્રાયશ્ચિત્ત દેનારા (૮) આલોચના ન કરવાના કે કપટ પૂર્વક આલોચના કરવાના અનિષ્ટ પરિણામ બતાવવામાં સમર્થ (૯) પ્રિય ધર્મી (૧૦) દઢ ધર્મી.
ઉત્તર॰ અ॰ ૩૬ ગા. ૨૬૨માં આલોચના સાંભળનારાના ત્રણ ગુણ કહ્યા છે. (૧) આગમોના વિશેષજ્ઞ (૨) સમાધિ ઉત્પન્ન કરનારા (૩) ગુણગ્રાહી. (૩) ઠાણાંગ અ-૧૦માં આલોચનાના દસ દોષ આ પ્રમાણે કહેલ છે. જેમ કે– (૧) સેવા આદિથી પ્રસન્ન કર્યા પછી તેમની પાસે આલોચના કરવી (૨) મને પ્રાયશ્ચિત્ત ઓછું આપશો એવી વિનંતી કરીને આલોચના કરવી (૩) બીજાઓ દ્વારા જોવાઈ ગયેલા દોષોની આલોચના કરવી. (૪) મોટા-મોટા દોષોની આલોચના કરવી (૫) નાના-નાના દોષોની આલોચના કરવી (૬) અત્યંત અસ્પષ્ટ બોલવું (૭) અત્યંત જોરથી બોલવું (૮) અનેકોની પાસે એક જ દોષની આલોચના કરવી (૯) અગીતાર્થ પાસે આલોચના કરવી (૧૦) પોતાના સમાન દોષોનું સેવન કરનારાની પાસે આલોચના કરવી.
ઉપરોક્ત સ્થાનોનો યોગ્ય વિવેક રાખવાથી જ આલોચના શુદ્ધ થાય છે. જો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International