________________
| પ૧ |
પ૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત|
અન્ય અનેક નાના મોટા દોષોનું સેવન કરવાથી ઉક્ત અગીતાર્થ આદિને પહેલી વારમાં છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ જેને એકવાર આ પ્રકારની ચેતવણી આપી દીધી હોય કે- હે આર્ય! જો વારંવાર આ દોષનું સેવન કરીશ તો છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત દેવામાં આવશે. તેને જ છેદ યા મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. જેને આ પ્રકારની ચેતવણી આપી નથી તેને છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ભાષ્યમાં ચેતવણી અપાયેલા સાધુને વિકોવિત અને ચેતવણી નહીં અપાયેલા સાધુને “અવિકવિત’ કહ્યા છે. વિકાવિતને પણ પહેલી વાર લઘુ, બીજી વાર ગુરુ અને ત્રીજી વાર છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે.
છેદ પ્રાયશ્ચિત્ત પણ ઉત્કૃષ્ટ છ માસનું હોય છે તથા ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી મૂળ પ્રાયશ્ચિત્ત અપાય છે. यथा- छम्मासोवर जइ पुणो आवज्जइ तो तिण्णि वारा लहु चेव छेदो दायव्यो । एस अविसिट्ठो वा तिण्णि वारा छल्लहु छेदो। अहवा- जं चैव तव तियं तं चेव छेदतियं पि- मासब्भंतर, चउमासब्भंतर, छमासब्भंतर च, जम्हा एवं तम्हा भिण्णमासादि जाव छम्मासं, तेस छिण्णेस छेय तियं अतिकतं भवति । ततो वि जति परं आवज्जति तो तिण्णि वारा मूलं दिज्जति।જૂર્ણ મા ૪, પૃષ્ટ રૂ. એનાથી એ સ્પષ્ટ થાય છે કે વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં તપ અને છેદ પ્રાયશ્ચિત્ત છ માસથી વધુ દેવાનું વિધાન નથી. તેથી કોઈ પણ દોષનું છમાસ તપ કે છેદથી અધિક પ્રાયશ્ચિત્ત નદેવું જોઈએ કારણ કે અધિક પ્રાયશ્ચિત્ત દેવાપર (તાં ૧૨) આ સૂત્રાશથી અને ભાષ્યોક્ત પરંપરાથી વિપરીત આચરણ થાય છે. મૂલ (નવીદિક્ષા) પ્રાયશ્ચિત્ત પણ ત્રણ વાર આપી શકાય છે અને છ માસનું તપ અને છ માસનો છેદ પણ ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી આગળનું પ્રાયશ્ચિત્ત અપાય છે. અંતમાં ગચ્છમાંથી કાઢી મૂકવામાં આવે છે. | કિ કિ | પરિશિષ્ટ-૪: ઉપસંહાર [ઉદ્દેશક–૨૦] : નિશીથસૂત્રમાં લઘુ માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોના ચાર વિભાગરૂપે જે દોષસ્થાનોનું વર્ણન છે, તદનુસાર તેના સમાન અન્ય(નહિ કહેવાયેલા) દોષોનું પ્રાયશ્ચિત્ત પણ સમજી લેવું જોઈએ. દોષ સેવનના ભાવ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરનારાની યોગ્યતા આદિ કારણોથી આ સ્થાનોમાં અપાયેલ શુદ્ધ તપ આદિના અનેક વિકલ્પો હોય છે. જેને ગીતાર્થ મુનિની નિશ્રાથી કે પરંપરાથી સમજવું જોઈએ તથા પ્રાયશ્ચિત્ત કોષ્ટક દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વિકલ્પો યુક્ત પ્રાયશ્ચિત્ત વિધિને સમજવા માટે નિશીથ પીઠિકાનું તથા વીસમા ઉદ્દે ના ભાષ્યનું અધ્યયન કરવું જોઈએ તથા બૃહત્કલ્પ, વ્યવહારઅને નિશીથસૂત્રનું નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા યુક્ત પૂર્ણ અધ્યયન કરવું જોઈએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org