________________
જપ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
ચારણા || કિ
થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું છે, અપવાદ માર્ગ પર નહીં.
અપવાદ માર્ગ પર કયારેક, કોઈ, કદાચિત ચાલી શકે છે, તેના પર હર કોઈ સાધક હર કોઈ સમય ચાલી શકતા નથી. જે સંયમશીલ સાધક આચારાંગ સૂત્ર આદિ આચાર સંહિતાનું પૂર્ણ અધ્યયન કરી ચૂકયા છે, ગીતાર્થ છે, નિશીથ સૂત્ર આદિ છેદ સૂત્રોના સૂક્ષ્મતમ મર્મના પણ જ્ઞાતા છે, ઉત્સર્ગ અપવાદ પદોના પાઠક જ નહીં પરંતુ સ્પષ્ટ અનુભવી છે, તે જ અપવાદના સ્વીકાર કે પરિવારના સંબંધમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી અપવાદિક વિધાન કરનારા સૂત્રોમાં સૂચિત કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ દર્શક વર્ણનના ભાવોને સદા લક્ષ્યમાં રાખવું જોઈએ.
I પરિશિષ્ટ-ર: પ્રાયશ્ચિત્તના અંગોની વિચારણા, [ઉદ્દેશક–૨૦ સૂત્ર–૧–૧૪] ઓગણીશ ઉદ્દેશકમાં કહેલા દોષોનું સેવન કર્યા પછી આલોચકને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાનાવિભિન્નવિકલ્પોનું વર્ણન આ ચૌદ સૂત્રોમાં કર્યું છે. - આલોચના કરનારા એક પ્રાયશ્ચિત્ત સ્થાનને એકવાર અથવા અનેક વાર તથા અનેક પ્રાયશ્ચિત્ત સ્થાનોને એકવાર કે અનેક વાર સેવન કરીને તે સર્વની એક સાથે પણ આલોચના કરી શકે છે અને ક્યારેક અલગ-અલગ પણ કરી શકે છે.
કોઈ આલોચક નિષ્કપટ યથાર્થ આલોચના કરનારા હોય છે અને કોઈ કપટયુક્ત આલોચના કરનારા પણ હોય છે. તેથી એવા આલોચકોને આપવામાં આવતા પ્રાયશ્ચિત્તની વિધિ અહીંયા કહી છે.
ઓગણીશ ઉદ્દેશકમાં માસિક, ચૌમાસી અને તેના ગુરુ કે લઘુ એમ ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તથાપિ કોઈ વિશેષ દોષના પ્રાયશ્ચિત્તોમાં પાંચ દિવસ, દસ દિવસની વૃદ્ધિ પણ થાય છે. એટલા માટે સૂત્ર ૧૩–૧૪માં ચાર માસ કે ચાર માસથી અધિક, પાંચ માસ કે પાંચ માસથી અધિક એવું કથન છે, પરંતુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોની સમાન પાંચમાસી છ માસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો સ્વતંત્ર નિર્દેશ આગમોમાં નથી. પ્રસ્તુત ઉદ્દેશકમાં પણ તેનો માત્ર સંકેત મળે છે.
આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એક વાર કે અનેક વાર સેવન કરીને એક સાથે આલોચના કરવાથી પ્રાયશ્ચિત્ત સ્થાન તે જ રહે છે. પરંતુ તપની હિનાધિકતા થઈ જાય છે.
જો પ્રાયશ્ચિત્ત સ્થાન અનેક હોય તો તે બધા સ્થાનોના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે અને તે બધા પ્રાયશ્ચિત્ત સ્થાનો અનુસાર યથાયોગ્ય તપ પ્રાયશ્ચિત્ત અપાય છે.
સરલ મનથી આલોચના કરવાથી, પ્રાયશ્ચિત્ત સ્થાનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org