________________
૪૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
* [3] પરિશિષ્ટ-૧ : ઉત્સર્ગ અને અપવાદનું હાર્દ [ઉદ્દેશક-૩ સૂત્ર–૩૯] ઉત્સર્ગ અને અપવાદ બંનેનું લક્ષ્ય છે— જીવનની શુદ્ધિ, આધ્યાત્મિક વિકાસ, સંયમની સુરક્ષા, જ્ઞાનાદિ સદ્ગુણોની વૃદ્ધિ.
રાજપથ પર ચાલનારો પથિક કોઈ વિશેષ અડચણ ઉપસ્થિત થતાં રાજમાર્ગનો ત્યાગ કરી પાસેની કેડી પકડી લ્યે છે અને થોડે દૂર ગયા પછી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન દેખાય તો ફરીથી રાજમાર્ગ પર પાછો આવી જાય છે. આ જ વાત ઉત્સર્ગથી અપવાદમાં જવાની અને અપવાદથી ઉત્સર્ગમાં આવવાના સંબંધમાં સમજી લેવી જોઈએ. બંનેનું લક્ષ્ય પ્રગતિ છે, તેથી બંને માર્ગ છે, અમાર્ગ કે ઉન્માર્ગ નથી. બંનેના સમન્વયથી સાધકની સાધના સિદ્ધ અને સમૃદ્ધ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ કયારે અને કયાં સુધી ? :- પ્રશ્ન મહત્ત્વનો છે. ઉત્સર્ગએ સાધનાની સામાન્ય વિધિ છે, તેથી તેના પર સાધકને સતત ચાલવું પડે છે. ઉત્સર્ગ છોડી શકાય છે પરંતુ અકારણ નહીં. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ ઉત્સર્ગનો ત્યાગ કરી અપવાદ માર્ગ અપનાવી શકાય છે પરંતુ હંમેશ માટે નહીં.
જે સાધક અકારણ ઉત્સર્ગ માર્ગનો પરિત્યાગ કરી દે છે અથવા સામાન્ય કારણ ઉપસ્થિત થવા પર તેને છોડી દે છે, તે સાધક સાચા નથી, તે જિનાજ્ઞાના આરાધક નથી પરંતુ વિરાધક છે.
જે વ્યક્તિ અકારણ ઔષધ સેવન કરે છે અથવા રોગ ન હોવા છતાં રોગી હોવાનો અભિનય કરે છે તે ધૂર્ત છે, કર્તવ્ય વિમુખ છે. એવો વ્યક્તિ સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજને પણ કલંકિત કરે છે. આ જ દશા તે સાધકોની છે જે સાધારણ કારણથી ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરી દે છે અને અકારણ જ અપવાદ માર્ગનું સેવન કરતા રહે છે. કારણ વશ એક વાર અપવાદ માર્ગના સેવન પછી કારણ સમાપ્ત થવા પર અપવાદનું સતત સેવન કરતા રહે છે એવા સાધક સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજમાં પણ એક અનુચિત ઉદાહરણ ઉપસ્થિત કરે છે, એવા સાધકોને કોઈ સિદ્ધાંત હોતા નથી અને તેઓને ઉત્સર્ગ અપવાદની કોઈ સીમા હોતી નથી. તેઓ પોતાની વાસના પૂર્તિ માટે કે દુર્બળતા છુપાવવા માટે વિહિત અપવાદ માર્ગને બદનામ કરે છે.
અપવાદ માર્ગ પણ એક વિશેષ માર્ગ છે. તે પણ સાધકને મોક્ષની તરફ લઈ જાય છે, સંસારની તરફ નહિ. જેવી રીતે ઉત્સર્ગ સંયમ માર્ગ છે તેવી રીતે અપવાદ પણ સંયમ માર્ગ છે, પરંતુ તે અપવાદ વસ્તુતઃ અપવાદ હોવો જોઈએ. અપવાદના પવિત્ર વેશમાં ક્યાંક ભોગાકાંક્ષા(કે કષાયવૃત્તિ) આવી ન જાય એટલા માટે સાધકે સતત સજાગ, જાગૃત અને સક્રિય રહેવાની જરૂરત છે.
સાધકની સામે વસ્તુતઃ કોઈ વિકટ પરિસ્થિતિ હોય, બીજા કોઈ સરલ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International