________________
છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર
પરિશિષ્ટ
માર્ગની સૂઝ ન પડતી હોય, ફલતઃ અપરિહાર્ય સ્થિતિમાં અપવાદ ઉપસ્થિત થઈ ગયો હોય ત્યારે અપવાદનું સેવન ધર્મ બની જાય છે અને જ્યારે આવેલ તોફાની વાતાવરણ સાફ થઈ જાય, સ્થિતિની વિકટતા ન રહે ત્યારે તેને પુનઃ ઉત્સર્ગ માર્ગ પર આરૂઢ થઈ જવું જોઈએ. આવી સ્થિતિમાં ક્ષણનો વિલંબ પણ સંયમ ઘાતક બને છે.
૪૪
એક વાત આ પણ છે કે જેટલી જરૂરત હોય તેટલું જ અપવાદનું સેવન કરવું જોઈએ. એવું ન થઈ જાય કે જ્યારે આ કરી લીધું તો હવે એમાં શું છે ? આ પણ કરી લ્યો. જીવનને નિરંતર એક અપવાદથી બીજા અપવાદ પર શિથિલ ભાવથી ઘસડતું લઈ જવું, અપવાદ નથી. જે લોકોને મર્યાદાનું ભાન નથી, અપવાદની માત્રા અને સીમાનું પરિજ્ઞાન નથી, તેઓનું અપવાદ દ્વારા ઉત્થાન નથી પરંતુ શતમુખ પતન થાય છે. એક બહુ સુંદર પૌરાણિક દષ્ટાંત છે; તેના પરથી સહજ સમજી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની પોતાની શું સીમાઓ હોય છે અને તેનું સૂક્ષ્મ વિશ્લેષણ કઈ ઈમાનદારીથી કરવું જોઈએ. દૃષ્ટાંત ઃ– એક વિદ્વાન ઋષિ કયાંકથી જઈ રહ્યા હતા. ભૂખ અને તરસથી ખૂબજ વ્યાકુળ હતા. બાર વર્ષનો ભયંકર દુષ્કાળ હતો. રાજાના કેટલાક દરબારીઓ એક જગ્યાએ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ઋષિએ ભોજનની માગણી કરી. જવાબ મળ્યો ‘એ ભોજન તો એઠું છે'. ઋષિ બોલ્યા—એઠું છે તો શું છે ? પેટ તો ભરવાનું છે. ‘વિપત્તિકાળે મર્યાદા રહેતી નથી'. ભોજન લીધું ખાધું અને ચાલવા લાગ્યા તો તે લોકોએ પાણી લેવાનું કહ્યું ત્યારે ઋષિએ ઉત્તર આપ્યો, ‘પાણી એઠું છે, હું તે પીઈ શકું નહીં.’ ને લોકોએ કહ્યું– હવે લાગે છે કે ‘અન્ન પેટમાં જતાં જ બુદ્ધિ પાછી આવી ગઈ’. ઋષિએ શાંતિથી કહ્યું, “ભાઈઓ તમારું વિચારવું ઠીક છે, પરંતુ મારી એક મર્યાદા છે. ભોજન બીજેથી મળતુ ન હતું અને હું ભૂખથી એટલો વ્યાકુળ હતો કે પ્રાણ કંઠે આવી ગયા હતા અને વધુ સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ હતી તેથી મેં એઠું અનાજ અપવાદની સ્થિતિમાં સ્વીકાર કરી લીધું. હવે પાણી તો મારી મર્યાદા અનુસાર અન્યત્ર શુદ્ધ મળી શકે છે. તેથી નકામું એઠું પાણી શા માટે પીઉં ?’’સંક્ષેપમાં સાર એ જ છે કે જયાં સુધી બની શકે ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવું જોઈએ, જ્યારે એ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જાય, બીજો કોઈ રસ્તો બચવા માટે ન રહે ત્યારે મોક્ષનો હેતુ સલામત રાખીને અપવાદ માર્ગ પકડવો જોઈએ અને જ્યારે સ્થિતિ સુધરી જાય ત્યારે તરત જ ઉત્સર્ગ માર્ગ પર પાછું આવી જવું જોઈએ.
ઉત્સર્ગ માર્ગ સામાન્ય માર્ગ છે. અહીં કોણ ચાલે ? કોણ ન ચાલે ? એ પ્રશ્નને માટે કોઈ સ્થાન નથી. જ્યાં સુધી શક્તિ રહે, ઉત્સાહ રહે, આપત્તિ કાલમાં પણ કોઈ પ્રકારનો ગ્લાનિ ભાવ ન આવે, ધર્મ અને સંઘ પર કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થાય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષતિનો કોઈ વિશેષ પ્રસંગ ઉપસ્થિત ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org