________________
છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર સારાંશ
દસમા ઉદ્દેશકનો સારાંશ
કે ટ
સૂત્ર-૧-૪ : જો મુનિ આચાર્ય યા રત્નાધિક શ્રમણને કઠોર, રૂક્ષ યા ઉભયવચનકહે તથા કોઈ પણ પ્રકારની આશાતના કરે. સૂત્ર-૫ : અનંતકાય યુક્ત આહાર કરે. સૂત્ર-૬ : આધાકર્મી દોષનું સેવન કરે. સૂત્ર-૭-૮ : વર્તમાન યા ભવિષ્ય સંબંધી નિમિત્ત કહે. સૂત્ર-૯-૧૦ : શિષ્યનું અપહરણાદિ કરે. સૂત્ર-૧૧-૧૨ ઃ દીક્ષાર્થીનું અપહરણ આદિ કરે.
સૂત્ર-૧૩ : આવેલા એકલા સાધુને આવવાનું કારણ જાણ્યા વગર ત્રણ દિવસથી વધુ આશ્રય આપે.
સૂત્ર-૧૪ : ક્લેશ ઉપશાંત ન કરનારા અથવા પ્રાયશ્ચિત્ત ન કરનારા સાથે ત્રણ દિવસ પછી પણ આહાર કરે.
સૂત્ર-૧૫ : પ્રાયશ્ચિત્તનું વિપરીત પ્રરૂપણ કરે યા વિપરીત પ્રાયશ્ચિત્ત આપે. સૂત્ર-૧૬-૨૪ : પ્રાયશ્ચિત્ત સેવન, તેનો હેતુ અને સંકલ્પને સાંભળીને તથા જાણતા હોવા છતાં પણ તે સાધુ સાથે આહાર કરે.
સૂત્ર-૨૫ ઃ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સંદેહ હોવા છતાં પણ આહાર કરે. સૂત્ર-૨૬ઃ ઃ રાત્રિના સમયમાં મુખમાં આવેલ ઓડકાર(ઉગાલ)ને ગળી જાય. સૂત્ર-૨૭-૨૮ : બીમારની સેવા ન કરે અથવા વિધિપૂર્વક સેવા ન કરે. સૂત્ર-૨૯-૩૦ : ચાતુર્માસમાં વિહાર કરે.
સૂત્ર-૩૧-૩ર : સંવત્સરી નિશ્ચિત્ત કરેલા દિવસે ન કરે અને અન્ય દિવસે કરે. સૂત્ર-૭૩ : પર્યુષણ-સંવત્સરીના દિવસ સુધી લોચ ન કરે. સૂત્ર-૩૪ : પર્યુષણ-સંવત્સરીના દિવસે ચૌવિહાર ઉપવાસ ન કરે. સૂત્ર-૩૫ : પર્યુષણાકલ્પ ગૃહસ્થોને સંભળાવે.
સૂત્ર-૩૬ : ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ કરે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે.
અગિયારમા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૨ : જે મુનિ લોખંડ આદિના પાત્ર કરે યા રાખે. સૂત્ર-૩-૪ : લોખંડ આદિના બંધન યુક્ત પાત્ર રાખે યા બનાવે. સૂત્ર-૫ : પાત્ર માટે અર્ધા યોજનથી આગળ જાય.
૩૪
સૂત્ર-૬ ઃ કારણવશ અર્ધા યોજન ઉપરાંતથી સામે લઈ આવીને પાત્ર આપે તેને ગ્રહણ કરે.
સૂત્ર-૭ : ધર્મની નિંદા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org