________________
પ્રકાશકનું નિવેદન
આ ગ્રંથના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનો પરિચય કરાવવા માટે હવે કલમ કે કિતાબની જરૂર નથી. તેઓશ્રીએ લગભગ ૩૫ પુસ્તકે લખીને જેમ હિંદી ને ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં અપૂર્વ નામના મેળવી છે, તેવી રીતે મારવાડ, મેવાડ, માળવા, બંગાળ, મધ, યુ.પી. સી. પી, ખાનદેશ, મુંબઈ, ગુજરાત, કાઠિયાવાડ, અને હવે સિંધ આદિ દેશમાં હજારો માઈલની મુસાફરી કરી પિતાની અસાધારણ વકતૃત્વ કળા, ઉચો ત્યાગ, સંયમ અને જનકલ્યાણનાં અનેક કાર્યો કરી આમ જનતામાં તેમજ રાજામહારાજાદિ રાજ્યાધિકારીઓમાં પણ અસાધારણ ખ્યાતિ અને લોકચાહના મેળવી છે. અમારી ગ્રંથમાળા થોડાજ વર્ષોમાં ઉત્તરોત્તર સાહિત્ય જગતમાં જે કંઈ પ્રકાશ પામી શકી છે, એ તેઓશ્રીની અને મુનિરાજશ્રી જયન્તવિજયજીની કૃપાદૃષ્ટિને આભારી છે. અમારી ગ્રંથમાળાનું આ ૧૩ મું પુસ્તક પ્રકાશિત થાય છે. આટલું મોટું અને સર્વેપાગી સચિત્ર પુસ્તક બહાર પાડવાનું સદ્ભાગ્ય અને પ્રાપ્ત થાય છે. એ માટે અમે મહારાજશ્રી વિદ્યાવિજયજીના વધુ આભારી છીએ.
ફટાઓની પસંદગીના સંબંધમાં અમારે કહેવું જોઈએ કે પૂજ્ય મહારાજશ્રીની પ્રવૃત્તિમાં કરાચીના બંને સંદેએ એક યા બીજી રીતે સાથ આપ્યો છે, અને ગુરુભક્તિ કરી છે. એ બધાઓના વ્યક્તિગત ફોટા આપવાનું કાર્ય ઘણું કપરું હતું. એટલે સંઘની ખાસ ખાસ કમિટીઓના ફેટા આપીને અમારે સંતોષ વાળો પડયો છે. આવી જ રીતે જનેતર ભાઈઓની પણ એટલી બધી સંખ્યા છે, કે તેમના બધાઓના ફોટા આપવાનું કામ અશક્ય જ હતું. અને તેથી ચોકકસ ચેકકસ વર્ગવાર પસંદગી કરી છે. આશા છે કે જે સેવાભાવી જૈન-જૈનેતર ભાઈઓના ફેટા નથી આપી શક્યા, તેઓ અમને દરગુજર કરશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org