Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. પ્રજ્ઞા.૪૪, સ્થા.૯૪.
પયગવઇ (પતગપતિ) ઉત્તરના પયંગ(૧) દેવોનો ઇન્દ્ર.૧
૧. પ્રજ્ઞા,૪૯, સ્થા.૯૪.
પયલ્લ (પ્રકલ્પ) અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. પયાઉસ આ અને પઉસ એક છે.
૧
૧. ઔપ.૩૩.
પયાગ (પ્રયાગ) એક તીર્થસ્થાન. આ સ્થાન નજીક પુષ્પભદ્દ નગર આગળ ગંગા નદી પાર કરતાં પોતાના શિષ્યો સાથે આચાર્ય અણિયાપુત્ત ડૂબી ગયા હતા. ત્યાં અને ત્યારે જ તે બધાને કેવળજ્ઞાન થયું અને બધા મોક્ષ પામ્યા. દેવોએ આ સ્થાને આ પ્રસંગ ઉજવ્યો. તે કારણે આ સ્થાન તીર્થ ગણાવા લાગ્યું. જેમ તેને તીર્થ તરીકે સ્વીકારવામાં પાવ્યું છે તેમ અન્ય મતવાદીઓએ તેને કુતીર્થ ગણ્યાના ઉલ્લેખો પણ છે.
૧
૧. આવચૂ.૨.પૃ.૧૭૯.
૨. નિશીયૂ.૩.પૃ.૧૯૩.
૩૫
૧. પયાવઇ (પ્રજાપતિ) પોયણપુરના રાજા રિવુડિસત્તુનું બીજું નામ. તેની રાણી ભદ્દા(૨)એ અયલ(૬) અને મિયાવઈ(૨)ને જન્મ આપ્યો હતો. તે પોતાની જ પુત્રી મિયાવઈને પરણ્યો હતો એટલે લોકો તેને પયાવઇ (પ્રજાપતિ) નામે ઓળખતા. વેદ અનુસાર પ્રજાપતિ એટલે કે બ્રહ્માએ પોતાના લગ્ન પોતાની જ પુત્રી સાથે કર્યાં હતાં.૧ મહાવીરનો પૂર્વભવ વાસુદેવ(૧) તિવિદ્ય(૧) પયાવઇ રાજા અને મિયાવઈ રાણીનો પુત્ર હતો. ૨
૧. આચૂ.૧.પૃ.૨૩૨, કલ્પવિ.પૃ.૪૩.
૨. આનિ.૪૪૮, તીર્થો.૫૬૮, ૬૦૨-૩, વિશેષા.૧૮૧૪, કલ્પધ.પૃ.૩૮, સમ. ૧૫૮, સ્થા. ૬૭૨.
૨. પયાવઇ રોહિણી(૧૦) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧, સ્થા.૯૦.
૩. પયાવઇ સ્થાવરકાય જીવોના પાંચ અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. સ્થા. ૩૯૩.
૪. પયાવઇ કેટલાકના મતે પયાવઇ એટલે કે પ્રજાપતિ બ્રહ્મા જગતનો સ્રષ્ટા છે. ૧. પ્રશ્ન.૭, સૂત્રશી.પૃ.૪૧.
૫. પયાવઇ દિવસરાતના ત્રીસ મુહુત્ત (વિભાગો)માંનું એક મહત્ત.'તેને પાયાવચ્ચ પણ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org