________________
શ્વેતવસના સુન્દરી “શું સઘળા યવનો દુષ્ટ અને ચાંડાલ પ્રકૃતિના હોય છે, એમ આપનું ધારવું છે ?” શ્વેતવસનાએ પાછો સવાલ કર્યો. * * ધારવું છે, એટલે ? માત્ર ધારવું જ નહિ, પણ એવો નિશ્ચય જ
છે. જે વિષ જીવનરક્ષક હોઈ શકે, તે જ યવનો સારા હોઈ શકે.” જવાબ મળ્યો.
“તમે ભૂલો છે. કેટલાકને માટે વિષ પણ જીવનદાતા થઈ પડે છે, એ શું તમારા જાણવામાં નથી ? મારા ધારવા પ્રમાણે બધા યવન તે દુષ્ટ નથી જ.” શ્વેતવસના સુન્દરી પોતાના મતને પૂરાવાથી સિદ્ધ કરવા લાગી.
નિરંજન તેને ઘડીવાર આશ્ચર્યની દૃષ્ટિથી જોઈ રહ્યો અને અંતે બોલ્યો કે, “સુન્દરિ! હું તારા આભારના ભારથી દબાયેલો છું, માટે વધારે બેલી શકતો નથી. નહિ તે યવનેના પક્ષકારોના જીવનને હું સંહારક છું.”
કદાચિત હું પોતે જ યવનયુવતી હાઉં, તે શું તમે મને મારી નાંખશો ? મારી પાયમાલી કરી શકશે?” હાસ્યથી યુવતીએ પ્રશ્ન કર્યો.
તેના હસિત વદનને અવલોકતાં તે વિનોદ કરતી હોય એ જ નિરંજનનો નિશ્ચય થઈ ગયો અને તેથી તે પણ હસીને કહેવા લાગ્યો
કાઈ પણ યવન યુવતીના હદયમાં આવી દયા અને આટલી બધી નમ્રતા હોઈ શકે જ નહિ. માટે એ તે મનાય જ નહિ, કે તું યવનયુવતી છે, અને જે તારી ઈચ્છા મારી પરીક્ષા લેવાની જ હોય, તો હું કહું છું કે, તું જે યવન યુવતી હોય, તેપણુ તને મારાથી મારી શકાય નહિ અને તારા વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારી શકાય નહિ. હરે સાલ થા ?”
જે જે, પોતાના વચનનો ભંગ કરશે નહિ, કારણ કે, સત્પરુષો વચનને પોતાના પ્રાણ કરતાં પણ અધિક પ્રિય ગણે છે. તમે મને અભયવચન આપી ચૂક્યા છે અને હું ક્ષમાપાત્ર થઈ ચૂકી છું. નિરંજન ! તમે જાણે છે કે, મેં તમારી એક દાસી પ્રમાણે શુશ્રુષા કરી છે ? માટે મારી એ સેવાનો કાંઈ પણ બદલો તો તમારે મને આપવો જ જોઈએ. ખરું કે નહિ ?” શ્વેતવસના સુન્દરીએ સંભાષણની દિશા ફેરવી.
જે અત્યારે મારી પાસે ધન માલ ઈત્યાદિ કાંઈ પણ હોત, તે તે સર્વ આપી દેવાને હું તૈયાર થઈ ગયો હોત. પણ લાચાર છું કે, અત્યારે હું એક ફૂટી બદામ વિનાનો અને નિરાધાર છું. સ્વર્ગીય સુન્દરિ! હું આ ક્ષણે મારા અંતઃકરણના આશીર્વાદ વિના બીજું કાંઈ પણ તને આપી શકું તેમ નથી.” નિરંજને નિરાશાથી ઉત્તર દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com