________________
શ્વેતવસના સુન્દરી થયો છે. પુરુહૂતની દિગંગના પૂર્વ દિશાએ પોતાના દિવ્ય કાંતિવાળા રવિ-સૂર્ય પુત્રને જન્મ આપવાથી રાત્રિના સમયે કમલોદરમાં બદ્ધ થએલા ભ્રમરે મુક્ત થઈને અહીં તહીં ગુંજારવ કરતા ઊડ્યા કરે છે અને પ્રયદાઓ પિતાના પતિનાં બાહુપંકજમાંથી મુક્ત થતી દેખાય છે. નિદ્રામાંથી નિવૃત્ત થઈને લેકે પ્રપંચમાં પ્રવૃત્ત થવા માંડ્યા છે.
નિરાધાર નિરંજનની નિદ્રા-મૂચ્છિતાવસ્થાનો નારા થયે–તેનાં નેત્રો એકાએક ઊધડી ગયાં. પણ ચક્ષ ઉઘાડીને જોતાં જ તે આશ્ચર્યના ઊંડા સમુદ્રમાં ડૂબી ગયો. તેણે પોતાને રૌરવ નરક સમાન કારાગૃહને બદલે એક બાદશાહી ઠાઠમાઠથી સજાવેલા મહાલયના એક ઘણા જ સ્વચ્છ અને એકાંત ઓરડામાં પલંગ પર પડેલો જોયો. બે દાસીઓ તેને વીંજણાથી વાયુ ઢળતી બેઠેલી હતી. તેમણે બંગાળાની હિંદુ સ્ત્રીઓ જેવાં નીલવર્ણ વસ્ત્રો પરિધાન કરેલાં હતાં અને બને તરુણ વયની બાળાઓ હેવાથી ઘણું જ સુન્દર દેખાતી હતી. પલંગ પર જ નિરંજનના મુખને જેતી એક શ્વેતવસના સુન્દરી બેઠેલી હતી અને તેણે નિરંજનનાં નેત્રોને ઉધડતાં જોઈને “જુઓ એ જાગે છે. જરા હવા કરે-ગુલાબનું પાણી લાવો.” એવી પોતાની દાસીઓને આજ્ઞા કરી અને તે નિરજને સાંભળી. એથી તો વળી તેના મનમાં આશ્ચર્યની વિશેષ વિશેષતા થઈ એ સુન્દરી અને મહાલયના ભેદને તે જાણી શકો નહિ.
ક્ષણ બે ક્ષણ તે સ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપેલું રહ્યું. પણ અંતે વૈર્ય ન ધરી શકવાથી નિરંજને ક્ષીણું સ્વરથી પ્રશ્ન કર્યો કે, “સુન્દરિ! આનો ભેદ શું છે, તે હું સમજી શકતું નથી. હું કારાગૃહમાં હતો અને અહીં કેવી રીતે આવી શ? તું અને આ બીજી તરણ બાળાઓ કોણ છે? આ ગૃહનો સ્વામી કોણ છે ? એ સર્વ મને કૃપા કરીને તું કહી સંભળાવ. મારા જેવા એક નિરાધાર અને અપરિચિત મનુષ્યને શા હેતુથી આવી સહાયતા આપવામાં આવી હશે !”
મહારાજ ! આપ હમણું વધારે બોલવાનો શ્રમ લેશે નહિ. ક્ષુધા અને શોકથી આપનું શરીર અને મસ્તિષ્ક એટલાં તે નબળાં થઈ ગયાં છે કે, વૈદ્ય જે તમે જાગૃત થાઓ, તે સંભાષણ કરવાની સર્વથા ના જ પાડેલી છે, હું કોણ છું અને આ ગૃહનું સ્વામિત્વ કાણુ ધરાવે છે, એ સર્વ સમય આવતાં પોતાની મેળે જ જણાઈ રહેશે. અત્યારે તમારે માત્ર એટલું જ જાણવાનું છે કે, હવે તમારા શિરે કઈ પણ પ્રકારની આપત્તિ આવવાની ભીતિ નથી–તમે સર્વથા નિર્ભય છે અને પોતાના એક શુભેચ્છક મિત્રના મહાલયમાં છે.” તવસના સુન્દરીએ શાંતિ અને પ્રીતિના ભાવથી આશ્વાસન આપ્યું. નિરંજન નિરુપાય થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com