Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 16
________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બેઠેલે નિરંજન પૃથ્વી પર પટકાઈ પડ્યો અને પાષાણભૂમિમાં તેના શિરોભાગનો આઘાત થવાથી તેમાંથી તત્કાળ તપ્ત શેણિતનો પ્રવાહ વહી નીકળે. એ ક્ષણે તેના નિપાતને આધાતધ્વનિ સાંભળીને પેલે વૃદ્ધ સિપાહી દેડતો ત્યાં આવી લાગ્યો, “પરમત્મન ! | વેહિ એટલા જ શબ્દો તેણે નિરંજનના મુખમાંથી નીકળેલા સાંભળ્યા અને તેણે ભૂમિપર પડેલા નિરંજનના નિર્મળ શરીરને સ્પર્શ કર્યો–પણ તેમાં તેને ચેતન જેવું કશું પણ જણાયું નહિ. તે સર્વથા નિરાશ થયા. વૃદ્ધ સિપાહીએ પણ દુઃખાતિશયથી નેત્રોમાંથી શ્રાવણું ભાદ્રપદની નીરવૃષ્ટિ વષવી અને અંતે પિતાના એક તરણુ જાતિ બાંધવને આવી રીતે અત્યાચારથી મરતો જોઈ ન શકવાથી અને પોતે પણ કંટાળી ગએલો હોવાથી કમરમાંથી ખંજર કાઢીને તેને તે પોતાના ગળાપર ચલાવવા જતે હતો, એટલામાં એક અતુલ સૌન્દર્યવતી તવસના તણ સુંદરીએ આવીને પાછળથી તેને હાથ પકડી લીધે. આશ્ચર્યથી તે વૃદ્ધ સિપાહી તે યુવતીના મુખનું અવલોકન કરતે દિમૂઢવત ઉભો રહ્યો અને નવીન આગત તરણ અબળાની દષ્ટિ ભૂમિપર પડેલા નિરંજનમાં લાગી રહી. એ તવસના લલના કાણું હશે? દ્વિતીય પરિચછેદ શ્વેતવસના સુન્દરી પ્રભાતનો આનન્દમય સમય થઈ ચૂક્યો છે. જેવી રીતે કલિયુગમાં સજ્જને વિરલા થઈ ગયા છે, તેવી રીતે આકાશમાં તારકે પણ વિરલા થયેલા જોવામાં આવે છે. મુનિજનેના મન સમાન નભેમંડળ મુદિત દેખાય છે. નિશ્ચમી જનની સંપત્તિ પ્રમાણે અંધકારમય રજનીને અંત થયેલો છે. કાંચન-સુવર્ણના ગુણથી જેવી રીતે રસપતિપારદનો રંગ પીળે થઈ જાય છે, તેવી રીતે અરુણોદયના ગુણવડે પ્રાચીપૂર્વ દિશા પિગા-પાળી થયેલી જોવામાં આવે છે. મૂર્ખના સદનમાં જેવી રીતે જ્ઞાની જનોના માનને ભંગ થાય છે, તેવી રીતે દિવસના આગમનથી ચન્દ્ર તેજહીન થસે છે. અનુગી અવનીપતિ પ્રમાણે તારક ક્ષીણ થયેલા છે અને કોઈ કાઈ ગૃહમાં બળતા રહી ગયેલા દિપક વિનય રહિતોના ગુણ પ્રમાણે શોભા વિનાના જણાય છે. અરુણનાં " , એ તારકાના પ્રકાશને પરાજય કરી નાંખ્યો છે અને શિશિરઋતુ સમાન ીિતળા જાતકાળમાં મંદમંદ વાતો વાયુ જનને અત્યંત આનદ આપતે અનુભવાય છે. પ્રિયકરોનાં પરિરંભ-આલિગનોએ પ્રિયાઓનો ત્યાગ કર્યો છે અને નિશાપતિ ચરમગિરિતટસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 224