________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય આર્ય શાસ્ત્ર વિશેના જ્ઞાન માટે આપને જેટલો પણ ધન્યવાદ આપીએ તેટલો થોડે છે અને જો તેમ ન હોય, તો અવશ્ય આપ કાઈ આર્ય જાતિમાં જ અવતરેલા છે. અત્યારે અહીં મારો બીજો કોઈ પણ સંબંધી નથી, માટે હું આપને જ પિતાતુલ્ય માનું છું. વિપત્તિમાં ગમે તે ઉપાયે જીવ બચાવો, એવી પણ છે કે શાસ્ત્રની આજ્ઞા છે ખરી, પણ મારા કુટુંબીજનોથી મારો વિયોગ થયો, ધન સંપત્તિ નવ્વાબે લૂટી લીધી અને હવે ધર્મથી પણ ભ્રષ્ટ થાઉં એટલે બહાર નીકળવા પછી પણ હું તે સદાને માટે વિપત્તિમાં જ રહેવાને; ત્યારે ધર્મનું રક્ષણ કરીને જ સુખેથી સ્વર્ગવાસી થાઉં, એમાં શું ખોટું અથવા અયોગ્ય છે? મારો નિશ્ચય કેઈ કાળે પણ ફરવાનો નથી.” નિરંજને નિશ્ચયપૂર્વક ઉત્તર આપ્યું.
ધન્ય છે નિરંજન! તારા અતુલ પૈર્યને! ખરેખર ધર્મભ્રષ્ટ થઈને દુઃખી જીવન ગાળવાથી કશો પણ લાભ નથી. તારા દઢ નિશ્ચયની હવે પૂરેપૂરી પરીક્ષા થઈ ચૂકી છે. તારું મરણ તો હવે નિશ્ચિત છે. પરંતુ અંતના સમયે મારી કમકથાને પણ તું લક્ષપૂર્વક સાંભળ અને કિચિત હૃદયના ખેદની વૃદ્ધિ કર. એક મુસલ્માન આર્યશાસ્ત્રનું આટલું બધું જ્ઞાન ધરાવે, એ સર્વથા અશક્ય છે. તારી કલ્પના સત્ય છે. હું મૂળ આર્ય જાતિમાં જ અવતરે છું બ્રાહ્મણ છું. એકવાર મુસભાનોના અત્યાચાર વિશે પિકાર કરવાથી મને બલાત્કારે જાતિભ્રષ્ટ કરવામાં આવ્યો છે અને ત્યારથી સર્વ કુટુંબીજના વિયોગશાકને સહન કરતો આ મારા કલંકિત જીવનના દિવસે હું પરતંત્રતામાં વીતાડી રહ્યો છું. તારા માટે મારા હૃદયમાં જે દયા આવે છે, તેનું કારણ પણ એ જ છે કે, તું મારે સજાતીય છે. પરંતુ આમ કરવાથી–ધર્મ માટે પ્રાણ અર્પવાથી તું તારા નરજન્મની સાર્થકતા કરી જાય છે અને આ દુર્ભાગી સિપાહી પિતાના માટે નરકનાં સાધનો તૈયાર કરતો જાય છે.” એ વાક્યો ઉચ્ચારતાં તે વૃદ્ધ સિપાહીનાં નેત્રમાંથી ખળખળ કરતે અશ્રુને પ્રવાહ વહી નીકળ્યો, અને તેને જોઈને નિરંજન પણ પિતાના હદયના વેગને અવધ કરી શક્યો નહિ. તે પણ રોવા લાગ્યો.
જાણે સમસ્ત સૃષ્ટિના કે આવીને કારાગૃહની એ નાની અંધકારમય કાટડીમાં જ નિવાસ કર્યો હેયની, એ સર્વથા ભાસ થવા લાગ્યો. બન્નેના હૃદયના કકડે કકડા થઈ જતા હોય, એમ ભાસવા લાગ્યું. વૃદ્ધ સિપાહીથી ત્યાં વધારેવાર રોકાઈ શકાય તે—હતું નહિ નિરુપાયે તે ઊઠયો અને કરુણર્ટસ્વરે નિરંજનની આજ્ઞા માગીને પિતાના સ્થાને જવાને બહાર નીકળ્યો. જતાં જતાં તે કહેતો ગયો કે, “નિરજન! હવે કદાચિત આપણે સ્વર્ગમાં જ મેળાપ થશે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com