________________
કારાગૃહમાં
વૃદ્ધ સિપાહીના ગયા પછી પાછું નિરંજનને ક્ષુધા અને પિપાસાનું ક્ટ થવા માંડ્યું-તે ઘણા જ આકુળવ્યાકુળ થઈ ગયા. ક્ષુધાની વેદના હવે તેને અસહ્ય થઈ પડી. નિરંજન જ્યારે પેાતાની બાલ્યાવસ્થામાં વિદ્યાના અભ્યાસ કરતા હતા, તે વેળાએ શ્રીમદ્ ભગવદ્ગીતા તેણે કંઢાગત કરેલી હતી. કાઈ પણ રીતે પેાતાની વેદનાને ન્યૂન કરવાના હેતુથી તેણે પાત્તાથી કાઢી શકાય તેટલા ખલયુક્ત સ્વરથી ગીતાના પાઠ કરવા માંડ્યો. વર્ષાઋતુમાં મૈધની ભીષણ ગર્જનાથી જેવી રીતે સમસ્ત સૃષ્ટિમાં કંપના આવિર્ભાવ થઈ જાય છે, તેવી રીતે તેના ગીતાપાઠની ગર્જનાથી આરડા કંપાયમાન થવા લાગ્યા. એટલું જ નહિ, પણ માર્ગમાં જતા આવતા મનુષ્યાને પણ તેના ગીતાપાઠના ધ્વનિ સંભળાયા. કેટલાક ભક્તજના એ મધુર સ્વરથી થતા ભગવાનને સાંભળવા માટે માર્ગમાં જ ઊભા રહી ગયા અને એવા કેદી તે કાણ હશે, એ વિશે ઘણી જ ઉત્સુકતાથી પરસ્પર પુચ્છ કરવા લાગ્યા.
નિરંજનના મનમાંથી જીવનની આશા સર્વથા પ્રયાણ કરી ગઈ. અર્ધ ગીતાના પાઠ થયા હશે, એટલામાં પાછું તેનું ધ્યાન ખીજા વિષય પ્રતિ દોરાયું. તે મનમાં ને મનમાં જ કહેવા લાગ્યા કે, “ભારતની દુર્દશાના આરંભ થઈ ચૂક્યા છે. જે એમ ન હેાત, તે! એક બ્રાહ્મણુના પુત્રને યવનાના અત્યાચારથી આવી રીતે કારાગૃહમાં ધાત થવાના પ્રસંગ આવત નહિ. ન્યાયના પૃથ્વીમાંથી નાશ થયા છે અને અન્યાયના અધિકાર સર્વત્ર વિસ્તૃત થયેા છે.” પાતે અટકી ગયા અને તેનાં નેત્રામાંથી ખળખળ કરતા અશ્રુનેા પ્રવાહ નીકળવા માંડ્યો. તે દુ:ખિત સ્વરથી પુનઃ સ્વગત કહેવા લાગ્યા કે, “અક્સાસ ! બંધુ અને ગુરુદેવના પણ પાછે મેળાપ થયેા નહિ. ઈશ્વર કરે ને તેમના શિરે આવું કાઈ પણ સંકટ ન આવે !'' એટલું કહીને પાછે તેણે પેાતાના પરમ પ્રિય ગીતાપાઠના આરંભ કર્યો.
અનેક પ્રકારના મનાવિકારામાં ઘણાક સમય વ્યતીત થઈ ગયેા. ધીમે ધીમે સૂર્યે અસ્તાચલમાં ગમન કરવા માંડયું. વાયુના ગમન આગમન માટે કાટડીની પશ્ચિમાભિમુખ ભીંતમાંના એક નાના બાકેારામાંથી અસ્ત પામતા પ્રભાકરનાં રક્તવર્ણ કિરણાના અંતઃસંચાર થયા-નિરંજનના નિઃશક્ત શરીરમાં પણ શિથિલતાના સંચાર થયા. ક્ષુધાની પીડા અને કાપની પ્રબળતાથી તેના કંઠના અવરાધ થવા લાગ્યા—અર્થાત્ તેના સ્વરમાં ક્ષીણતાના આવિર્ભાવ થયા. શનૈઃ શનૈઃ ગીતાપાઠના ધ્વનિ પણ મંદ થતા ગયા અને અંતે તે સંભળાતા પણ બંધ થયેા. હૃથ્ય અને શરીરના એકત્ર દુ:ખને ખમી ન શકવાથી આટલીવાર સુધી પદ્માસન વાળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com