________________
કારાગૃહમાં તે ઓરડીમાં દાખલ થયો. એ તરુણ કેદીને જોતાં જ તેની મુખમુદ્રામાં શોકની છાયા છવાઈ ગઈ ક્ષણ બે ક્ષણ તે કાંઈ પણ બોલી શક્યો નહિ. અને નિસ્પાયવસતાથી તેણે તે તરુણ બંદીવાનના શરીરને ઘણાવ્યું અને તેને જાગૃત કર્યો.
“નિરંજન! આજે ત્રણ દિવસથી તે કાંઈ પણ ખાધું નથી. આમ જીવાશે નહિ. આપત્કાલમાં આ હઠ કરવો ન જોઈએ. ખા–આત્મઘાતક ન થા.” વૃદ્ધે કહ્યું.
હા. ત્રણ દિવસથી મેં કાંઈ પણ ખાધું નથી અને હવે પછી ખાવાની ઈચ્છા પણ નથી. પરધર્મીઓના અને આહાર કરીને ધર્મભ્રષ્ટ થવા કરતાં એકવારના મૃત્યુને જ હું વધારે પસંદ કરું છું. “સ્વધર્મી નિધનં શ્રેયઃ વરઘ મચાવેઃ” અર્થાત્ પોતાના ધર્મમાં મરણ શરણ થવું, પણ પરધર્મનો સ્વીકાર કરવો નહિ, એવી અમારા આર્ય ધર્મની આજ્ઞા છે અને તેને અનુસરવાનો મેં દઢ નિશ્ચય કરેલો છે. તમે રોજ બને વાર આવો છો અને હું તમારા અન્નનો અસ્વીકાર કરું છું. છતાં પણ મને વધારે ને વધારે શા માટે સંતાપ છે? દુઃખીને વિશેષ દુઃખ શાને આપો છો? હવે મારે જીવીને પણ શું કરવું છે ? આ કારાગૃહના -જીવન કરતાં અનન્ત સુખદાયી સ્વર્ગનું જીવન શું ખોટું છે? કેટલા
ભવ કાઢવાના છે કે, જાતિભ્રષ્ટ થઈને જીવનનું રક્ષણ કરું?” નિરંજને ખિન્ન અને શોકાતુર હદયથી એ વાક્યો ઉચ્ચાર્યા.
“ તારું એ કહેવું સર્વથા સત્ય છે. પણ નિરંજન! અત્યારે તું સર્વથા પરતંત્ર છે અને વિપત્તિમાં છે. માટે એ નિયમનું અત્યારે પાલન કરવાનું નથી. શું મનુએ પિતાની સ્મૃતિમાં આ નિયમ નથી કયોં, કે "स्वगृहे पूर्ण आचारः परगृहेऽर्ध उच्यते। पत्तने तृतीयांशश्च मार्गे शूद्रवदाરેત માર્ગ એટલે અહીં દુઃખને માર્ગ, એવો અર્થ લેવાનો છે. જે તારા ભાગ્યનો પુનરપિ ઉદય થવાનો હશે, તે કારાગૃહમાંથી મુક્ત થયા પછી પ્રાયશ્ચિત્તથી તું તારા દેહની શુદ્ધિ કરી શકીશ. મરી ગયા પછી કશું પણ થઈ શકે તેમ નથી. “નવજ મચતાન ઘરા” એ વાક્યને
સ્મરણ કર અને હઠને છોડી દે.” વૃદ્ધ મુસલમાન સિપાહીએ ઘણી જ ગંભીરતાથી એ ઉપદેશ આપ્યો.
એક મુસલ્માન અને તે પણ સાધારણ સિપાહી આર્ય શાસ્ત્રોનાં આવા પ્રમાણે આપી શકે, એ જોઇને નિરંજન આશ્ચર્યથી દિમૂઢ જે બની ગયો. થોડીવાર સુધી તે પોતાની સુધા, પિપાસા અને કારાગૃહવાસના કષ્ટને પણ ભૂલી ગયો. તે વિસ્મયતાથી તે વૃદ્ધ સિપાહીને કહેવા લાગ્યો કે, “જો આપ ખરેખરા મુસલમાન જ હો, તો આપના આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com