________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એ શ્વેતવસના સુન્દરીનું સમસ્ત શરીર પૂર્ણિમાના પૂર્ણ ચન્દ્રમાં સમાન ગૌરવર્ણ હતું અને કદ મધ્યમ હતું. નેત્રો કિંચિત્ નીલવર્ણની છટાવાળાં હતાં અને મુખાકૃતિ ઘણી જ મનોહર હતી. આ વેળાએ તેણે પોતાના શરીરને ઢાકાની મલમલની માત્ર એક જ શ્વેત સાડીવડે આચ્છાદિત કરેલું હોવાથી અને કૃષ્ણ કેશકલાપને પૃષ્ઠ ભાગે મુક્ત રાખેલ હોવાથી જાણે તે કઈ મહાતેજસ્વિની સાધ્વી યાગિની હાયની !
એ પ્રથમ દૃષ્ટિથી જોનારને ભાસ થવાનો સંભવ હતો. એ વનિતા વસથી તે વિરાગિની સમાન વ્યક્ત થતી હતી, પરંતુ તેનાં નેત્રોમાં ચાંચલ્યને વાસ હોવાથી કદાચિત તે રાગિની–પ્રેમશાલિની પણ હાય એવી સાહજિક શંકા ઉત્પન્ન થતી હતી. એ કામિની કોણ હશે ? એ જાણવાની કદાચિત્ વાચકોને પણ જિજ્ઞાસા હશે, પરંતુ તેનું નામ અને નિવાસસ્થાન વ્યક્ત થયેલું ન હોવાથી અત્યારે તે તેનાં વસ્ત્ર લક્ષણને આધારે આપણે તેને વેતવસના સુન્દરીના નામથી જ ઓળખીશું.
નિરંજન વિચારમાં પડેલો હતો, એટલામાં એક દાસી, દવાની એક શીશી અને એક રકાબીમાં કાંઈક ખાવાનું લઈને એ ઓરડામાં દાખલ થઈ.
તવસના સુન્દરીએ પોતાના હાથે તેને દવા પાઈ અને માથા પર પાટો બાં–જૂનો છોડીને નવો પાટો બાંધ્યો, અને ત્યાર પછી તેને ખાવાની પ્રાર્થના કરી. ખાવા માટે ચોખાની પાતળી કાંજી જ હતી. નિરંજને પણ આને એક આર્યનું ગ્રહ ધારીને તે ખાવામાં કશો પણ વાંધો બતાવ્યો નહિ.
જોત જોતામાં પાંચ દિવસ વીતી ગયા. વૈદ્યની ઉત્તમ ચિકિત્સાથી અને શ્વેતવસના સુન્દરીની સેવા શુશ્રુષાથી નિરંજનના માથામાં પડેલો જખમ રૂઝાઈ ગયો હતો અને શરીરમાં શક્તિ આવવાથી તે નીચેના બગીચામાં આજે ફરવાને ઉતર્યો હતો. તવસના સુન્દરી પણ તેની સાથે જ હતી. ફરતાં ફરતાં તેઓ દ્રાક્ષવલ્લીના એક કુંજમાં આવી પહોંચ્યાં. સામે જ એક જલયંત્રમાંથી જલના ઉર્ધ્વગમન અને પુનઃ અધઃપતનનો વ્યાપાર ચાલી રહ્યો હતો, તેને નિરખવા માટે તેઓ કુજના | મધ્યભાગમાં એક સ્ફટિક પાષાણની બનાવેલી બેઠક પર બેઠાં.
ઊંચે ચડીને પુનઃ નીચે પડતા જળને દેખીને નિઃશ્વાસ નાંખીને નિરંજને કહ્યું કે, “એકવાર પૂર્ણ ઉન્નતિના શિખરે ચઢેલા ભારતવર્ષને પણ આવી રીતે નિપાત થઈ ગયો! શિવ ! શિવ !” -
પણ એ નિપાત કોણે કર્યો?” તવસના સુન્દરીએ પૂછ્યું.
દુષ્ટ યવનોએ–ચાંડાલ પ્રકતિના સ્વેચ્છાએ!” કેપના આવેશમાં જ નિરંજને ઉત્તર આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com