________________
R/
કરવા
1.
ક
*
S
'
/
=
\
'
'
'
જગન્નાથની મૂર્તિ
અને ભારતનું ભવિષ્ય
પ્રથમ ખડ
પ્રથમ પરિચ્છેદ
કારાગૃહમાં . સ. ૧૫૬૨ ના ગ્રીષ્મઋતુમાં આપણી આ નવલકથાનો આરંભ થાય છે. સુજ્ઞ વાચકન્દ! કોઈપણ ગ્રન્થના આરંભમાં કોઈ શુભ પ્રસંગનું વર્ણન કરવામાં આવે, તો વધારે સારું, એ કેટલાક લોકોનો અભિપ્રાય છે. પરંતુ આપણી નવલકથાની વસ્તુસંકલનાના ભાગ્યની વિચિત્ર રેષાને અનુસરીને અહીં એક અશુભ અને દુઃખકારક પ્રસંગનું જ વિવેચન કરવાનું છે. ભાગ્યની ગતિ નિયમિત હોતી નથી. કોઈનું જીવન દુઃખથી જ આરંભાય છે અને તેનું પર્યવસાન પણ દુઃખમાં જ થાય છે; કેટલાકના જીવનનું મંગળાચરણ દુઃખ ભરેલું હોય છે અને તેને અંત સુખપૂર્ણ થાય છે, કેટલાકના જીવનની પ્રથમ ઘટિકા સુખની હોય છે અને પરિણામ દુ:ખમાં આવે છે અને કેટલાકનું જીવન સર્વથા સુખમય જ વ્યતીત થાય છે. એવી નિસર્ગ દેવીની અદ્ભુત લીલા છે. અર્થાત એ વિચિત્રતાને અનુસરીને જ પ્રસ્તુત નવલકથાનો દુઃખથી આરંભ થએલો છે–અંત શે આવશે, તે અત્યારે આપણુથી કહી શકાય તેમ નથી. અત્યારે તો જે કર્તવ્યને ભાર આપણા શિરે આવી પડેલે છે. તે કર્તવ્યને યથાયોગ્ય રીતે પૂર્ણ કરવામાં જ શક્તિનો વ્યય કરવાનો છે. ત્યારે વાચકે! ચાલો કારાગૃહમાં પડેલા એક તરુણનાં દુઃખોનું અવ
કન કરે અને જો તમારામાં કિંચિત્માત્ર પણ સહદયતાનો ભાવ હોય, તો સ્વદેશબંધુના ધર્મને અનુસરીને પોતાનાં શોકપૂર્ણ નેત્રોમાંથી અશ્રુનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com