Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 12
________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બે ચાર ઉષ્ણ બિંદુને કપાલ પ્રદેશમાંથી વિચરવાના–વહેવાના માર્ગ આપે. એટલું કરશેા, તાપણ ઘણું છે. કારણ કે, એથી વધારે કાંઈ પણ કરવાની અત્યારે તમારામાં શક્તિ કે પ્રતિભા નથી. કદાચિત એમ કરવાથી ઉત્સાહની જાગૃતિ થવાનો સંભવ માની શકાય ખરા. આપણી વાર્તાના સમયમાં બંગાળાની રાજધાનીનું નગર “તાંડા” હતું. એ તાંડાના કારાગૃહમાં પડેલા એક તરુણુ કારાગારસ્થનાં કલ્ટાનું આપણે અવલેાકન કરવાનું છે—કારાગૃહમાં વિચરવાનું છે. ચૈત્ર માસની બે ચાર દિવસમાં સમાપ્તિ થવાની છે. ગીષ્મૠતુમાં બંગાળાની ભૂમિ સ્વાભાવિક રીતે જ વિશેષ તપ્ત-ઉષ્ણુ રહે છે-કારણકે, એ પ્રદેશ પૂર્વ દિશામાં આવેલા છે. ગ્રીષ્મૠતુ અને દ્વિપ્રહરના સમયભગવાન સૂર્યનારાયણ પેાતાનાં પ્રચંડ કિરણાથી ભૂમિભાગને દુગ્ધ કરતા આકાશના મધ્યભાગમાં વિરાજી રહ્યા છે. વૃક્ષાના કંન્નેમાંથી પક્ષીના જતને ધ્વનિ પણ કહુંગાચર થતા નથી, તેમ જ નગરના રાજમાર્ગોમાં પણ મનુષ્યાના ગમન આગમનના વ્યાપારની વિપુલતા જેવામાં નથી આવતી. અર્થાત્ સર્વ પ્રાણીઓ સૂર્યના પ્રખર તાપના સંતાપથી મુક્ત થવા માટે પાતપાતાનાં ગૃહામાં વિશ્રાંતિ લેતાં પડેલાં છે, એવે જ આદર્શ સર્વત્ર નજરે પડે છે. અત્યારે તે માત્ર કારાગૃહના સંરક્ષ (પહેરેગીરા ) જ પાતાની નાલિકા (બંદૂકે! )ને સ્કંધ ભાગે રાખીને કારાગૃહના અંતર અને બાહ્ય ભાગમાં સાવધાનતાથી અહીં તહીં ફરતા એવામાં આવે છે. કારાગૃહના અંતર્ભાગમાં આવેલી પગની એક મજબૂત કાટડીમાં એક તરુણુ મનુષ્ય એક ચટાઇપર ઉંધે મસ્તકે પહેલે છે. પ્રિહરના સમય છતાં પણ એ કાટડીમાં તે અંધકારના જ અધિકાર પ્રસરેલેા હાય, એમ જણાય છે. એ કેદીમાં હવે એક શબ્દ ઉચ્ચારવાની પણ શક્તિ રહેલી નથી. અત્યંત કલ્ટા સહેવા છતાં પણ અદ્યાપિ તેના સ્વાભાવિક સૌન્દર્યના સંહાર થયા નથી. તેની કિંચિત શ્મશ્રુના શ્યામ ચિહ્નવાળી મુખમુદ્રાનું અવલાકન કરતાં તેનું વય વીસ એકવીસ વર્ષનું જ હાવું ોઇએ, એવું સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. ધેતિયા અને પહેરણુના પહેરવેશથી તે કાઈ આર્ય તરુણ હાવા બેઇએ, એવા ભાસ થાય છે, ઞ છે પણ તેમજ. તે કાઈ રાગથી પીડાતા હાય, એમ દેખાય છે. તેણે એકવાર મુખ ઊંચું કરીને ચારે તરફ જોયું અને નિરાશાથી પાછે તે ધરણીપર ઢળી પડ્યો. તે બહુધા મૂચ્છિત જેવા થઈ ગયા. એટલામાં ધીમેથી તે આરડીનાં દ્વાર ઉધાડવામાં આવ્યાં અને એક વૃદ્ધ મુસલ્માન સિપાહી એક હાથમાં દીવા અને બીજા હાથમાં ભેાજનના થાળને લઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 224