________________
(૧૮) વળી કર્તિના ધારવા પ્રમાણે સઘળ ભાષા એક જ મૂળમાંથી નિકળી હોય એ અસંભવિત નથી, કારણ કે આર્યન, તુરાની અને સેમેતિક એ ત્રણ મોટા વર્ગમાં પણ કેટલાક મૂળ ધાતુ તે સામાન્ય છે. ઉપલા ધાતુ પ્રથમ મનુ (વિચાર કરનાર) ના ઉપયોગમાં આવ્યા હશે; પણ એ ધાતુઉપરથી મહાનૂ ભાષા–સંસ્કૃત, અદ, હિછી, લાતિના ઇત્યાદિ, કયારે થઈ, એ કેહવું કઠિણ છે. પૂર્વ અને પશ્ચિખની ઘણીક અર્વાચીન ભાષા ઉપલી મહાનૂ ભાષામાંથી નિકળી છે પણ તે મૂળભાષાના જન્મકાળની કશી ની ખબર પડતી નથી.
જેમ ભાષાનાં મૂળ અને વદ્ધિવિષે કર્તા તર્ક બાંધે છે તેમજ ધર્મવિષે પણ. ધર્મ માત્ર એક નાનકડા મૂળમાંથી ઉત્પન્ન થયે છે-તે મૂળ પેલા અનંતને પિછાનવાની મનુષ્યમાં જે સંભાવિક શકિત છે તે એવિષે આપણે વિસ્તારથી લખ્યું છે.
વાંચનારને જાણવું અગત્યનું છે કે પદાર્થપજા (Fetishism) એ ધર્મનું આદિ સ્વરૂપ છે એવા મતસામે ક લંબાણથી વાદ ચલાવે છે (જુવે એમનું પુસ્તક પૃષ્ઠ ૫૩ થી ૧૨૮ સુધી).
કર્તા પિતાનું નામ સંસ્કૃતમાં “મોક્ષ મૂલર ભટ્ટ એમ લખે છે. આપણે તે એમને એમનાં મૂળ નામ “આકસમઅસરથી બોલાવ્યે છિયે. “મેક્ષ મૂલર” એ સંસકત શબ્દરચનામાં સ્વાભાવિક લાગે છે, અને તેમાં સારું ચાતુર્થ વાપરેલું દીસે છે. “મેક્ષ મૂલર” નો અર્થ જુવે
–મેલ કેહત આત્માનું છુટાપણું અને મૂલરે તેના મૂળ માં વસનાર–જાણે આપણા બ્રહ્માનંદ નામની નકલ કરી હોયને! .
છે. મે. મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com