Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક રાજા રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ સુલસા હતુ. તેમને એક પુત્ર થયા-જે ખૂબ જ સુંદર હતા, તેનું નામ અગડદ્રુત્ત રાખવામાં આવ્યું. સમય જતાં અગડદત્ત યુવાન અવસ્થાએ પહેચ્ચે। ત્યારે સાક્ષાત્ યમરાજની માફક તે પ્રજાજનને ત્રાસ આપવા લાગ્યું. પિતા અને પુત્રના પ્રજા તરફના વહેવારમાં ઘણીજ વિષમતા હતી. પિતા પેાતાની પ્રજાની સાથે પ્રેમભાવે વર્તે તે હતા જ્યારે અગડદત્ત પ્રજાને ર જાતા હતે સાત વ્યસનમાંથી એક પણ વ્યસન એવું ન હતુ` કે જે અગડદત્તથી વેગળું રહ્યું હાય જીગાર, માંસ, વેશ્યા, શરામ, શિકાર, ચારી, પરસ્ત્રીસેવન. આ સઘળાં કુકર્મી તેનામાં ઠાંસી ઠાંસીને ભરેલાં હતાં. આને કારણે પ્રજાજનને નાકે દમ આવી ગયા, લેાકેા ત્રાહિમામ્ પોકારતા હતા. જ્યારે પ્રજાએ અગડદત્તને ખીલકુલ મર્યાદાથી બહાર જતા જોયા ત્યરે ભારે હૈયે રાજા પાસે પહોંચી અને પ્રાથના કરવા લાગી. સ્વામિન્ ! આપના પુત્રે પેાતાની સ્વચ્છંદ પ્રવૃત્તિથી અમારા ઉપર ભય કર એવા ત્રાસ વર્તાવી દીધા છે. જે અનાચાર આ નગરમાં આજસુધી કટ્ટી અન્યા નથી તે આપના પુત્ર દ્વારા મર્યાદાહીન રીતે ખુલ્લે ખુલ્લાં થઈ રહેલ છે. રાજાએ પ્રજાજનાની આ પ્રકારની ફરીયાદ સાંભળીને આશ્વાસન આપતાં કહ્યું કે, આપ લેકે ગભરાવ નહીં અને કુમારને કહી દેજો કે તે આ નગરને છોડીને ચાલ્યે જાય. અગડદત્ત આ પ્રકારની રાજઆજ્ઞા જ્યારે લેાકેાના મેઢેથી સાંભળી એટલે તે તલવાર હાથમાં લઈ અભિમાનપૂર્વક નગર છેડી ચાલી નીકળ્યેા. ચાલતાં ચાલતાં અનેક નદીઓ, પહાડ અને જંગલેાને વટાવતા વઢાવતા તે વારાણસી નગરમાં જઇ પહેાંચ્યા. ત્યાં ભૂવનપાલ નામના રાન્ત રાજ્ય કરતા હતા.
ન
વારાણસી નગરમાં અગડદત્તને કાઈ એળખતુ ન હતું. આથી અજાણ્યા હોવાના કારણે કેાઇએ પણ તેની સાર સભાળ ન લીધી. તેમજ ન ત તેને કોઈ સ્થળે આદરસત્કાર મધ્યેા. પેાતાના આવા હાલહવાલ જોઇ તે વનમાં મૃગના ટાળાથી છુટા પડેલા હરણની માફક આકુળ વ્યાકુળ થઇ ભટકવા લાગ્યા. આમ ભટકતાં તે એક સ્થાને જઇ પહેાંચ્યા. ત્યાં તેણે પવનચંડ નામના કોઇ કલાચાય ને જોયા. કલાચા તે સમયે રાજકુમારાને રથ, ઘેાડા, હાથી, ચલાવવાનું શિક્ષણ આપી રહ્યા હતા. આ જોઈ ને અગડદત્ત તેમની પાસે પહોંચ્યા. તેમને પ્રણામ કરી ત્યાં એક ખાજુ બેસી ગયા. કલાચાર્ય' પૂછ્યું-તમારૂ' નામ શું છે, તેણે કહ્યુ –મહારાજ ! હું મારા સઘળા પરિચય આપને એકાંતમાં આપવા ચાહું છું. એ પછી તેણે કલાચાય ને એકાંત સ્થાનમાં લઈ જઈને વિનયપૂર્વક પોતાના સઘળે વૃત્તાંત કહી સ`ભળાવ્ચેા. સાથેાસાથ કહ્યું કે, સ્વામીન્ ! મેં દુર્મતિમાં સાઇને મારા પોતાના સમય નકામે ખેલવા કુદવામાં વિતાવી દીધા છે. કોઇ પણ કળાના અભ્યાસ કર્યો નથી. આથી હું આપની પાસે કળાઓના અભ્યાસ કરવા માગુ છું. કેમકે-જે વ્યક્તિ કળાથી અજાણ છે તેનું જીવન પશુથી પણ ખરાબ મનાય છે” અગડદત્તનાં આ પ્રકારનાં વચન સાંભળીને કલાચાર્યને તેના તરફ્ અનુ
A
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૧