Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એકે પિતાના ઘડાના બચ્ચાને શુદ્ધ અને સમાચિત આહારથી ખૂબ રૂષ્ટપુષ્ટ બનાવ્યો સાથો સાથ ગમન ઉપ્લવન આદિ અશ્વકળાઓથી સારી રીતે કેળવ્યું. બીજાએ પ્રમાદવશ બની પોતાના ઘેડાના બચ્ચાને ન તે ચગ્ય આહાર આપ્યો અને ન તે અશ્વ સંબંધી કેઈ કેળવણી આપી. પરંતુ દૂષિત ખેરાક આપી તેને સાવ કમજોર બનાવી દીધું. તેમજ રેટમાં જોડીને તેની પાસે ખૂબ પાછું ખેંચાવ્યું. રાજાએ ઘેડાના પાલન માટે જે દ્રવ્ય આપેલ હતું તે પિતેજ ખાઈ ગયે.
સમય જતાં એક વખતે રાજાને બીજા કોઈ રાજા સાથે યુદ્ધ કરવાને મકે આવ્યું. તેણે તે અને ક્ષત્રિય પુત્રને બેલાવીને કહ્યું કે, તમે બને જણા પિતાપિતાના ઘડા ઉપર ચડીને જલ્દી આવે. રાજાની આજ્ઞા થતાં તે અને ક્ષત્રિય કુમારે પોત પોતાના ઘડા ઉપર બેસીને રાજાની પાસે આવ્યા. રાજાએ તેમને શસ્ત્ર વગેરે આપીને યુદ્ધમાં મોકલ્યા. તે બને યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા. આમાં જે ઘડે કેળવાયેલ હતું તે પોતાના માલિકની આજ્ઞા અનુસાર ચિત્તની વૃત્તિની માફક ચાલીને તે ચુદ્ધ ભૂમિથી સફળતાપૂર્વક જલ્દી બહાર નીકળી ગયે. અને જેને ઘેડે બિનકેળવાયેલ તથા કમજોર હતો તે સારી શિક્ષા ન મળવાથી જેમ રંટમાં ભ્રમણ કરતા હતા તેની માફક ત્યાં પણ ઘૂમવા લા. યોદ્ધાઓએ આ પ્રકારથી ફરતા ઘડાને જ્યારે જે ત્યારે તેમણે તેને અશિક્ષિત જાણીને તેના સ્વારને ત્યાં જ મારી નાખ્યા અને તે ઘડાને પોતાને કબજે કરી લીધે. આ કથાને સાર એ છે કે જે મુનિ કેળવાયેલા અશ્વની માફક ગુરુમહારાજની આજ્ઞા અનુસાર પ્રવર્તમાન થતા રહે છે, તે સંસારથી પાર પહોંચી જાય છે
આ પ્રમાણે અશ્વદૃષ્ટાંત સમાપ્ત થયું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૪૨