Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એના દ્વારા સદા અંત આવતા હતા. કાળ લબ્ધિના નિમિત્તથી એણે સસારની અસારતા જાણીને વિષયાને વિષ સમાન સમજીને તેના પરિત્યાગ કરી દીધેા અને વૈરાગ્યભાવથી મુનિએની પાસે જઈ જૈનેશ્વરી દીક્ષા ધારણ કરી લીધી. અને તે પછી અલ્પ કાળમાંજ તે ગીતા ખની ગયા. એક સમયની વાત છે કે, એ શંખ મહિષ ગ્રામાનુગ્રામ ભ્રમણ કરતાં કરતાં હસ્તિનાપુર પહેાંચ્યા. ભિક્ષાને માટે પર્યટન કરતાં સામદેવ નામના એક પુરાહિત કે જે પેાતાના મકાનમાં ગલીના નાકા ઉપરની અગાશીમાં બેઠેલા હતા તેમને જોઈ નિરાપદ માગ પૂછ્યા કેમકે, ત્યાં એક હુતવહુ નામના માળ હતા. એ માર્ગ ઉપરથી કાઈ જતું તે તે અગ્નિજવાળાથી પ્રતપ્ત થવાની માફક મૂર્છિત થઈ જતા, મહર્ષિની આવી દશા જોવાની ઈચ્છાથી તે પુરાહિત મહિને એજ માર્ગ મતાન્યેા. ઈયાઁ સમિતિથી માતુ' શેાધન કરતાં કરતાં તે મુનિરાજ એ માર્ગ ઉપર શાંતભાવે ચાલવા લાગ્યા. પરંતુ એ માગ ઉપર તેમને જરા પણુ કષ્ટ ન પહોંચ્યું, કેમકે, તે માગ એમની લબ્ધિના પ્રભાવથી એકદમ શિતલ બની ગયેલ હતા. સામદેવ પુરાહિતે જ્યારે મુનિરાજને એ માગ ઉપર ધીરેધીરે આનંદપૂર્વક ચાલ્યા જતા જોયા. એ જોઈ ને સેામદત્ત પુરોહિતને તાતેના આશ્ચર્યની સીમા ન રહી. તે એજ વખતે નીચે ઉતરીને પેાતાના મકાનમાંથી મહાર નીકળી જે રસ્તે મુનિરાજ જઈ રહ્યા હતા એ રસ્તે એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એ રસ્તે ચાલતાં ચાલતાં તેને એવેા અનુભવ થયા કે, પેાતે એક શિતળ માર્ગ ઉપરથી જઈ રહેલ છે. તે જોઈ તેણે વિચાર કર્યો કે, આ સઘળે પ્રભાવ આ મહાત્ મુનિરાજનાજ છે. તેથી તે આશ્ચય ચકિત બનીને તેણે ઝડપથી એ મહિષ ની પાસે પહેાંચી પાતે મનેાગત વિચારેલા પાપમય વિચારનું નિવેદન કરી તેમની ક્ષમા માગી, અને અ ંતે તેણે એમની પાસે દીક્ષા ધારણ કરી. તે સેામદત્ત ક્રોક્ષિત થવા છતાં પણ જાતિમદના પરિહાર કરી ન શકા. તેણે વિચાર કર્યો કે હું સગુણુ સંપન્ન છુ તે ઉપરાંત હું બ્રાહ્મણ જેવા ઉત્તમ કુળના છે આથી હું સર્વથી શ્રેષ્ઠ છું. સમય જતાં આ બ્રાહ્મણ મુનીએ મદ સાથે કાળ ધસ પામીને દેલ પર્યાયમાં અનેક જાતનાં સુખ ભોગવ્યાં.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૧૯