Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાંથી ઉઠો અને ધીરે ધીરે વૃક્ષને આધાર લઈને ચાલતે થયો અને એ સ્થળે પહોંચે કે જે ક્ષિતિપુર ગામમાં આપે રત્નાવતીની સાથે નિવાસ કર્યો હતે. એ ક્ષિતિપુરપતિએ મારી ઘણી જ સેવા શુશ્રષા કરી. ધીરે ધીરે ઘા રૂઝાવા લાગ્યો. આપના સમાચાર પણ મને અવારનવાર મળતા હતા. આથી ઘા જ્યારે એકદમ રૂઝાઈ ગયા અને આપના પણ સમાચાર પૂરા મળ્યા ત્યારે હું ત્યાંથી નીકળી પડે. ચાલતાં ચાલતાં આજે અહીં આવી પહોંચે છું. દેવને ધન્યવાદ છે કે, જેણે મને આપનાં દર્શન કરાવ્યાં. આ રીતે વર. ધનુએ પિતાના વૃત્તાંતથી કુમારને વાકેફ કર્યો. અને કુમારની સાથે એ ત્યાં જ રહેવા લાગ્યો.
એક સમયની વાત છે કે, જ્યારે વસંતને સમય આવ્યે. ત્યારે ત્યાંના નાગરીકેએ ખૂબ ઠાઠમાઠથી વસંતોત્સવ મનાવવાનું નક્કી કર્યું. ઉત્સવ મનાવવા માટે નગરવાસીઓ નગરથી બહાર જવા લાગ્યા. કુમાર તથા વરધનુ પણ આ ઉત્સવને જોવાની અભિલાષાથી નગરની બહાર ગયાં. જનતા જ્યારે એ રમત ગમતમાં અત્યંત મશગુલ હતી. ત્યારે અચાનક જ શિવપુર નગરના અધિપતિ રાજા રિપુમનને હાથી પિતાના માવતને ફેંકીને બિલકુલ નિરંકુશ બની ઉપદ્રવ મચાવતે એ તરફ આ લોકેએ જ્યારે હાથીને પિતાની તરફ આવતા જે તે ભયભીત બનીને સઘળા હાહાકાર કરવા લાગ્યા અને અહીં તહીં નાસભાગ કરવા લાગ્યા આથી ઉત્સવ તદ્દન ફિક્કો બની ગયો. રંગરાગનું નામે. નિશાન પણ ન રહ્યું, જનતા જ્યારે નાસભાગ કરી રહી હતી ત્યારે એક કુમારી કન્યા જે ભાગવામાં અસમર્થ હતી તેના ઉપર હાથીની નજર પડી. તેને જોઈને હાથી તેના તરફ દોડયો. હાથીને પોતાની તરફ દેડતે આવતે જોઈને તે કન્યાએ ભયભીત એવી પિતાની નજર “કેઈ મારી રક્ષા કરે.” આ અભિલાષાથી ચારે તરફ ફેરવી અને જ્યારે તેની એ આશા નિરાશામાં ફેરવાઈ ત્યારે તેણે પણ અહીંતહીં ભાગવાનું શરૂ કર્યું. એટલામાં હાથી તેની પાસે આવી પહોંચ્યા. કન્યાના કુટુંબીજને હતા તે હાથીને કન્યાની તરફ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨