Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક સમયની વાત છે કે, એ ગામને લૂટવા માટે ઘણા એવા ચોર આવ્યા. કુમારે માન્યું કે આ એજ જંગલી ચાર છે જે અમને અગાઉ મળ્યા હતા આમ જાણીને તેના ઉપર બાણેની ખૂબ વૃષ્ટિ કરી અને તેને ત્રાહીત્રાહી પિકારતા કરી દીધા. એ સઘળા ત્યાંથી ભાગી છુટયા. ગામવાળાઓને કાંઈ પણ નકશાન ન થયું. કુમારના શૌર્યને જોઈને પ્રામાધિપતિને ઘણોજ હર્ષ થયે. કુમારને ત્યાં રહેતાં રહેતાં ઘણે સમય વીત્યો ત્યારે તેણે એક દિવસ પ્રામાધિપતિ પાસેથી જવાની રજા માંગી. ગ્રામાધિપતિએ શિષ્ટાચારપૂર્વક કુમારને વિદાય આપી. ત્યાંથી નીકળી રહ્નવતી સાથે ચાલતા ચાલતા તે શિવપુરી પાસે પહોંચ્યા ત્યાં એક આશ્રમ હતું, જેમાં તપસ્વીઓ રહેતા હતા. કુમારે રત્નાવતીને ત્યાં રાખી અને પિતે વરધનુની તપાસ કરવા માટે નીકળી પડયે. નગરમાં જઈને દરેક સ્થાન ઉપર તેણે વરધનુની તપાસ કરી. પરંતુ તેને કઈ પણ સ્થળેથી વરધનનો પત્તો ન મળે. ખૂબ અકળામણ અનુભવતે તે આશ્રમમાં આવ્યા. ત્યાં આવતાં રત્નાવતીને ન જોઈ તેમ બીજા માણસે પણ ન દેખાયા, કુમારે આ સ્થિતિથી વ્યાકુળ બની વિચાર કર્યો કે, અહીં ન તે કોઈ તપસ્વી છે કે ન તે રત્નાવતી પૂછું તે તેને પૂછું.? હવે આને પત્તો કેવી રીતે મેળવું? આ રીતે વ્યગ્રચિત્ત બનીને તે અહીં તહીં જોઈ રહ્યો હતો ત્યાં તેનો દષ્ટિ ભદ્ર એવી એક વિશિષ્ટ વ્યક્તિ ઉપર પડી. તેને જોઈ કુમારે તેને પૂછયું કે, ભાઈ! કાલે અથવા આજે આપે આ પ્રકારના વેશવાળી કેઈ સ્ત્રીને જોઈ છે ? કુમારની વાત સાંભળીને તે ભદ્ર પુરુષે કહ્યું કે, શું આપ રત્નાવતીના વિષયમાં પૂછી રહ્યા છે? શું તે આપની પત્ની છે? એ સાંભળીને બ્રહ્મદત્ત કહ્યું, હો! પછી તેણે કહ્યું કે, કાલે તેને મેં અહીં ત્રીજા પ્રહારના સમયે રોતી જોઈ હતી અને તેને એ પણ પૂછયું કે, હે પુત્રી ! તમે કોણ છે ? અહીં કયાંથી આવી છે ? હવે કયાં જવાની ઈચ્છા છે? મારાં આ પ્રકારનાં વચન સાંભળીને તે શાંત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૭૮