Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચિતામાં દુઃખી થયા કરતા હતા. એક દિવસ એ નંદાત્ત અને નંદપ્રિય નામના ગેપના જીવ અને દેવોએ વર્ગ માં રહેતાં રહેતાં અવધિજ્ઞાનથી જાણ્યું અને એ વિચાર કર્યો કે, અમારે બન્નેએ એ ભૃગુપુરોહિતને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થવાનું છે. આથી તે અમો બન્નેને જૈનધર્મની આરાધના કરવાથી વિમૂખ ન કરી શકે એ પ્રયત્ન કરે . આ પ્રમાણે વિચાર કરી તે બનેએ મુનિને વેશ ધારણ કરી તુરત જ એ ભૂગુપુરેહિતના ઘેર પહોંચ્યા ભેગુ પરહિતે આ બને મુનિઓને પિતાને ઘેર આવતા જ્યારે જોયા તે તે ઉઠીને સત્વર તેમની સામે ગયા અને વંદના કરી. મુનિઓએ ભૂગપુરોહિતને અને તેની પત્નીને ધર્મને ઉપદેશ આપ્યો. ધર્મદેશના સાંભળીને પુરોહિતનું અંતઃકરણ ધર્મ પ્રેમથી ભીંજાઈ ગયું અને તેણે તે જ સમયે તે મુનિઓની પાસે શ્રાવકના વ્રતનું પાલન કરવાનો નિયમ લઈ લીધે. મુનિઓ જ્યારે વિદાય થવા લાગ્યા ત્યારે પુરોહિતે હાથ જોડીને તેમને પૂછ્યું, હે ભદન્ત ! એ તે બતાવો કે, અમારે ત્યાં સંતાનપ્રાપ્તિ થશે કે નહીં ? મુનિરાજે એ કહ્યું કે, તમે ચિંતા ન કરો. તમારે ત્યાં બે પુત્ર ઉત્પન્ન થશે પરંતુ તેઓ તમારે ત્યાં રહેશે નહિં બાલ્યકાળમાં જ એ બને દીક્ષા અંગીકાર કરશે આથી આપનું એ વખતે એ કર્તવ્ય બનશે કે, આપ એમના દીક્ષાના કામમાં અંતરાયરૂપ ન બને. એ એવા સાધુ થશે કે, જેમની ધર્મદેશનાથી હજારે જીવેનું કલ્યાણ થશે આ પ્રમાણે પુરેહિતને સમજાવીને એ બને દેવ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા.
- થડા સમય પછી એ બન્ને દેવ પિતાના સ્થાનથી એવીને એ ભગુપુરોહિતને ત્યાં પુત્ર રૂપે જમ્યા. જ્યારે એ પુરોહિતની સ્ત્રીના ગર્ભમાં આવ્યા ત્યારે પુરોહિત પોતાની પત્ની સાથે ઈષકાર નગરના એક છેડા ઉપર રહેતા હતા. ત્યાં તેની પત્નીએ આ બન્ને પુત્રોને જન્મ આપે. બબ્બે પુત્રોના જન્મથી પુરોહિત તથા તેની સ્ત્રીને ઘણો જ આનંદ થયો. જન્મ સમયના સઘળા લૌકિક રીત રીવાજો પતાવ્યા પછી પુહિતે આ બંને બાળકોનાં નામ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૧ ૨