Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લઈને મુનિજન પણ એજ માર્ગથી ત્યાં આવી પહોંચ્યા. અને એજ વડને વૃક્ષની શીતળ છાયામાં બેસીને પોતે લાવેલ આહાર આદિ સામગ્રીને આહાર કરવામાં પ્રવૃત્ત બની ગયા. વડલાની ડાળ ઉપર પાંદડામાં છુપાયેલા એ બંને બાળકોએ એ મુનિઓને જ્યારે ભજન કરતા જોયા તે મનમાં એ વિચાર કર્યો કે, પિતાએ આમને માટે આપણને ખોટું સમજાવ્યું છે. આમાના પાત્રોમાં ન તે ચાકુ છે, ન છૂરી છે કે, ન તે કાતર છે. આ તે મહાપુરુષ છે, દયામાં પરાયણ છે, સંભાળ પૂર્વક ભૂમિને સાફ કરીને ઘણી જ સાવધાનીથી ભોજન કરી રહ્યા છે. આ પ્રમાણે એ બને બાળકોએ વિચાર કર્યો ત્યારે તેમના મનમાં એવી પણ વાત યાદ આવી ગઈ કે, અમેએ આવા મુનિઓને પહેલાં કયાંક જોયા છે. પરંતુ કયાં જોયા છે એ વાતને ખ્યાલ તેમને ન આવ્યું. આ પ્રમાણે મનમાં ગડમથલ અનુભવતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી શું બાકી રહ્યું ? એ બને એજ વખતે વૃક્ષથી નીચે ઉતર્યા એને મુનિઓને વંદન કરી પિતાને ઘેર જઈને પિતાને કહેવા લાગ્યા કે, હે તાત! આપે મુનિઓના વિષયમાં અમને જે કાંઈ સમજાવ્યું હતું. તે સઘળું જુઠું છે. એ મુનિએ તે ઘણા દયાળુ હોય છે, સંસારસમુદ્રમાં ફસાયેલા સંસારીજીને એનાથી કિનારે પહોંચાડવા માટે સદા પ્રયત્નશીલ રહે છે, એમને એજ પ્રયત્ન હોય છે કે, કેઈ પણ રીતે સંસારી જન મોક્ષ પ્રાપ્ત કરે. કેમ કે, એ સ્થાન એવું છે કે, ત્યાં કઈ પણ પ્રકારની આપત્તિ ને ભેગવવી પડતી નથી. આ પ્રમાણે કહીને એ બન્નેએ આ અધ્યયનમાં કહેવામાં આવેલ વાકથી પિતાના માતાપિતાને સમજાવ્યા. અને પિતાના માતાપિતા સહિત તેઓએ દિક્ષા અંગી. કાર કરી. કમલાવતી રાણીએ પણ પોતાના પતિ-રાજા કે, જે પુરોહિતને ધન લઈ લેવાની ઈચ્છા કરી રહ્યા હતા તેને પ્રતિબંધિત કર્યા, અને એ પ્રમાણે રાજા અને રાણીએ પણ દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે દીક્ષા લઈને એ છએ જણાં સંયમનું પરિપાલન કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મુક્તિને પામ્યા.
આ વાતને સૂત્રકાર સ્વયં પ્રગટ કરે છે–“રેવા –ઈત્યાદિ !
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૧૪