Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ કહી આપે છે કે, એ કોઈ અસાધારણ વ્યક્તિ હેવી જોઈએ. આવી અસાધારણ વ્યક્તિ અહિં આવે એ ગામનું સૌભાગ્ય છે. આથી પ્રામાધિપતિ તરીકેનું મારું એ કર્તવ્ય છે કે, હું તેમનું સન્માન કરૂં. આવું વિચારીને તેણે એ વખતે આદરપૂર્વક સન્માન સૂચક શબ્દોથી તેણે એજ સ્થળે કુમારનું સ્વાગત કર્યું. પછી તે તેને પિતાને ત્યાં લઈ ગયો. પોતાને ત્યાં લઈ જઈ તેણે કુમારની
ગ્ય વ્યવસ્થા કરી આપી. જ્યારે તેણે કુમારના ચહેરા ઉપરની ચિંતા જોઈ ત્યારે તે બેલ્યો કે, કુમાર! તમે ચિંતાતુર કેમ દેખાએ છે? જે કહી શકાય તેવું હોય તે તેનું કારણ આપ મને જરૂર બતાવે. કુમારે ગ્રામાધિપતિનું વચન સાંભળી કહ્યું કે, મારો ભાઈ ચેરેને સામને કરતાં કરતાં ન માલુમ ક્યાં ગયો તેને હજુ સુધી કાંઈ પત્તો મળ્યો નથી. ખબર નથી કે, તેની ત્યાં શું સ્થિતિ બની હશે ? આજ એક માત્ર મારી ચિંતાનું કારણ છે. મારી ઈચ્છા તેની શોધખોળ માટે જવાની છે. કુમારના આ દુઃખજનક વચન સાંભળીને પ્રામાધિપતિએ કહ્યું, આપ આ વિષયમાં ચિંતા ન કરો. હું મારા સેવકો મારફતે તેની શોધખોળ કરાવું છું. જે તે જંગલમાં કયાંય પણ હશે તે અવશ્ય મળી જશે. આ પ્રકારે કુમારને સાંત્વન આપીને તેણે તુર્ત જ પિતાના માણસને આદેશ આપે કે, તેઓ વનમાં જઈને જ્યાં વરધનુ હોય ત્યાં તેની તપાસ કરે. પિતાના માલિકની આજ્ઞા મળતાં જ સેવનજને વરધનુની શોધમાં ઘેરથી નીકળી પડયા. જંગલમાં દરેકે દરેક ભાગમાં શેખેળ કરી પરંતુ વરધનુને કયાંય પત્તો લાગે નહીં હતાશ બનીને તેઓ પાછા ફર્યા અને પિતાના માલિકને કહેવા લાગ્યા કે, સ્વામિન! અમોએ જંગલના ખૂણેખૂણે ફરી વળ્યા પરંતુ અમને ત્યાં કઈ પણ માણસ જોવા ન મળે. ફક્ત પ્રહારથી પડેલ એવું એક બાણ અમને મળેલ છે. બાણને હાથમાં લઈ જતાં કુમારને ખાત્રી થઈ કે, વરધનુ માર્યો ગયો છે. આથી તે જ્યાં સુધી એ પ્રામાધિપતિને ત્યાં રહ્યો ત્યાં સુધી તેને વરધનુના મરણને શોક છે ન થયો.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૭૭