Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માળેથી નીકળી ગઈ અને સાધ્વીઓની પાસે જઈને દીક્ષા ધારણ કરી લીધી. અને તીવ્ર તપસ્યા કરવા લાગી જેના પ્રભાવથી તેણે સદ્ગતિને માર્ગ મેળવી લીધે.
બ્રહ્મદત્તની સેનાએ નગરને ચારે તરફથી ઘેરી લીધું ચારે બાજુથી ઘેરાઈ જવાના સમાચાર જ્યારે દીર્ઘરાજાને મળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, આ રીતે ઘેરાયેલી સ્થિતિમાં ટકી શકાય તેમ નથી આથી મારું હવે કર્તવ્ય છે કે, શૌર્યની પરીક્ષા યુદ્ધના મેદાનમાં કરી લેવી. આ પ્રકારને નિશ્ચય કરીને દીર્ઘરાજા પોતાના સિન્ય સાથે નગરની બહાર નીકળ્યો અને યુદ્ધ કરવા માટે યુદ્ધભૂમિ ઉપર પહોંચ્યો. બન્ને સેનાઓ વચ્ચે ભયંકર એ સંગ્રામ શરૂ થયો. બ્રહાદત્તના સિન્ય દીર્ઘ રાજાના સિન્યને પછાડી દીધું. જે સૈનિકે બચ્ચા હતા તે પિતાને જીવ બચાવવા શસ્ત્રોને પડતાં મૂકી યુદ્ધભૂમિથી નાસી છૂટવા લાગ્યા
આ તરફ બ્રહ્મદત્ત અને દીર્ધ રાજા વચ્ચે પણ ઘેર યુદ્ધ મચી ગયું હતું. એકબીજા પિતપોતાના શાઅને છૂટથી ઉપયોગ કરી રહ્યા હતા, બહાદત્તકુમારે ભારે કૌશલ્યથી દીર્ઘરાજાના સઘળાં શરને નાકામીયાબ બનાવી દેવા છતાં પણ બને વચ્ચે ખૂબ સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું અને માંથી કઈ કઈને હરાવી ન શકયું. બ્રહ્મદત્ત જ્યારે આ પરિસ્થિતિ જોઈ ત્યારે તેણે વિચાર કર્યો કે, દીર્ઘરાજા સામાન્ય શથી પરાજીત થઈ શકે તેમ નથી, ત્યારે તેણે તેના ઉપર ચક્ર છોડયું. ચકે પોતાનું કામ આબાદ બજાવ્યું. દીર્ઘરાજાનું મસ્તક ચક્રના પ્રહારથી કપાઈને જમીન ઉપર પટકાયું. આ સમયે ચારે તરફથી “બ્રહ્મદત્ત ચક્રવતીને જય થાઓ ની જયઘેષણ સકલ જનતાના મુખમાંથી નીકળી પડી. દેએ પણ આકાશમાંથી તેના ઉપર પુષ્પવૃષ્ટી કરી સાથેસાથ સહુને સૂચના પણ દીધી કે, આ બ્રાદત્ત બારમા ચક્રવર્તી ઉત્પન થયેલ છે. એ સમયે દેવોની વાણી સાંભળીને સઘળા જનપદ–લોકોએ બ્રહ્મદત્ત ચક્રવતીની ખૂબ જ સ્તુતિ કરી. સ્ત્રીઓએ તેની મંગળ આરતી ઉતારી અને ખૂબ ઉત્સાહભેર ઉત્સવ મનાવ્યા, આ પ્રમાણે બ્રહ્મદત્તચકવતી સઘળા સ્ત્રી પુરુષેથી સ્તુતિ પામીને મંત્રીમંડળ વગેરેની સાથે પિતાના રાજભવનમાં ગયે. ત્યાં સઘળા પુરવાસીઓએ અને સઘળા સામંતોએ મળીને તેને ચકવતી પદ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨