Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આજ્ઞાને સેનાપતિ વરધનુએ એજ રીતે અમલ કર્યો. સઘળા સ્થળે એ અર્ધા
શ્લોકની ઘોષણા કરાવી. સઘળા લોકેએ મળીને વિચારપૂર્વક સાંભળે પરંત કોઈનામાં એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઈ કે, જે એના ઉત્તરાર્ધની પૂતિ કરી. શકે. આ વખતે ચકવતના પૂર્વભવના ભાઈ કે જેનું નામ ચિત્ર હતું તે પુરિમતાલ નગરમાં એક શેઠને ત્યાં ઉત્પન્ન થયા હતા અને જાતિ સ્મરણ જ્ઞાનથી પિતાના પૂર્વભવને જાણીને સંસારથી વિરક્ત થઈને જેમણે દીક્ષા ધારણ કરી હતી અને મુનિ અવસ્થામાં વિચરણ કરતાં કરતાં જેઓ કામ્પિત્ય નગરના મનેરમ નામના ઉદ્યાનમાં આવેલ હતા અને પ્રાસુક ભૂભાગ ઉપર પાત્ર અને ઉપકરણેને રાખીને ધર્મધ્યાન કરતા હતા એ વખતે ત્યાં કે અહિટ ચલાવનારના મુખેથી બોલાયેલા એ અર્ધા કલેકને સાંભળ્યો. સાંભળતાં જ તેમણે જ્ઞાનપયોગને જોડીને પિતાના ભાઈનું સમસ્ત વૃત્તાંત જાણી લીધું. જાણીને પછી તેમણે એ અર્ધા કલેકની પૂર્તિ આ પ્રમાણે કરી “ઘણા નૌ કિસ કારિરન્યોન્યાખ્યાં વિપુઃ ” અરહટ ચલાવનાર એ અર્ધા કલેકને લઈને અત્યંત પ્રસન્નચિત્ત બનીને રાજભવન ઉપર પહોંચ્યા અને ત્યાં પહોંચીને પૂર્ણ બનેલ એ શ્લેક સંભળાવ્યા. શ્લોકને સાંભળતાંજ પૂર્વભવના ભાઈને સનેહથી ગદગદિત થઈને ચકવતી મૂચ્છ પામ્યા. ચકવતીને મૂર્શિત અવસ્થામાં પડેલા જોઈને સઘળા સદસ્યજને જાણે વજ પડયું હોય તેમ સ્તબ્ધ બની ગયા. રાજપુરુષ એ આવેલા માણસનેજ ચકવતની આ સ્થિતિનું કારણ માનીને તેને ટીપવા માંડયા. પિતાના ઉપર માર પડતે જોઈને તે માણસે કહ્યું કે, આર્યવૃન્દ! મને આપ લેકેએ વગર કારણે માર મારેલ છે. આમાં મારે જરા સરખેએ અપરાધ નથી. આ કની પતિ મેં કરેલ નથી પરંતુ ઉદ્યાનમાં એક મુનિરાજ આવેલા છે તેમણે કરેલ છે. મારા મોઢેથી બોલાયેલા અર્ધા કલેકની પૂતિ તેમણે કરી છે. મેં તે પૂર્ણ થયેલે એ કલેક અહીં આવીને જ સંભળાવ્યો છે. આથી આપ મને વધુ દુઃખી ન કરતાં છેડી દે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૫