Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ માણસનાં વચન સાંભળીને રાજપુરુષેએ તેને છેડી દીધે. એટલામાં ચંદનાદિ શીતળ ઉપચારેથી ચક્રવતી પણ સ્વસ્થ બની ગયા. જ્યારે તેમણે એ. જાણ્યું કે, મારા પૂર્વભવના ભાઈ અહીં મુનિ અવસ્થામાં આવેલ છે ત્યારે તેમણે એ અરહટ ચલાવનાર માણસને ઘણું દ્રવ્ય આપીને સંતો . તથા ખૂબ રાજીરાજી કરીને વિદાય કર્યો. પછી અંતઃપુરથી પરિવૃત્ત થઈને ચક્રવતી ઘણી ઉત્કંઠા સાથે મુનિરાજના દર્શન માટે એ ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનમાં પહોંચતાં તેમના મનને પ્રેમ ઉભરે ખૂબ જ વેગવાન બન્યું. પહેલાથી પણ તેને નેહ અધિક સ્વરૂપમાં ઉછળવા લાગ્યો. હર્ષનાં આંસુથી એનાં નેત્રો ઉભરાવા લાગ્યાં, ચક્રવર્તીએ મુનિરાજને ભક્તિભાવથી વંદન કર્યું અને સવિનય એમની સામે જઈને બેસી ગયા. મુનિરાજે ધર્મદેશના આપવા માંડી. અને કહ્યું કે, સંસાર અસાર છે, શરીર ક્ષણભંગુર છે, શરદ કાળના મેઘના જેવું આ જીવન છે, વિજળીના સમાન ચંચળ આ યૌવન છે, કિપાકના ફળના જેવા ભાગ છે, સંધ્યાકાળના આકાશના રંગે સમાન વિષયસુખ છે, પાણીના પરપોટા જેવી લક્ષ્મી છે, મૃત્યુ અનિવાર્ય છે. આ પ્રમાણે સંસારિક પદાર્થોની અને સંસારની અનિંયતાનું વર્ણન કરીને એ મુનિરાજે એ પણ બતાવ્યું કે, કર્મોના બંધને હેતુ શું છે ? મોક્ષમાર્ગ શું છે? અને તે જીવને કઈ રીતે પ્રાપ્ત થાય છે. મુક્તિસુખ કેવું છે? મુનિરાજની આ ધર્મદેશનાને સાંભળીને સઘળા જ વિરાગ્યભાવનાથી ભાવિત બન્યા, પરંતુ વિષય જાળમાં મુગ્ધ બનેલા બ્રહ્મદત્તના હદયમાં મુનિના ઉપદેશને જરા સરખેએ પ્રભાવ ન જામ્યો. ચક્રવર્તીએ સુનિ રાજને કહ્યું, કે મહારાજ ! જે રીતે આપે મને આપના મેળાપથી આનંદિત બનાવ્યો છે એ જ રીતે એનાથી આનંદ તે મને ત્યારેજ થાય કે, આપ જ્યારે અર્ધી રાજયને સ્વીકાર કરે હજુ તે મારા અને આપના આનંદને અનુભ વકરવાના દિવસ છે. પછીથી આપણે બંને મળીને તપનું આરાધન કરીશું. તપનું ફળ પણ રાજ્ય સુખને ભાગવવાનું જ છે. આથી આપ અર્ધી રાજ્યને સ્વીકાર કરી તપના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૬