Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપર અભિષેક કર્યો. આ રીતે ચક્રવર્તી પદથી અલંકૃત બનીને બ્રહ્મદત્તકુમાર પિતાના જીવનને સમય સુખમાં વિતાવવા માંડે.
એક સમયની વાત છે કે, ચક્રવતીની સમક્ષ કેઈ નટે નાટકનું આયોજન કર્યું. નાટકને જોવા માટે ચકવતી જ્યારે નાટકશાળામાં પહોંચ્યા ત્યારે કોઈ એક દાસીએ અપૂર્વ કુસુમને ગુછે પણ ચક્રવતીને પ્રદાન કર્યો. નાટકને જતાં અને ગાયનને સાંભળતાં અને એ પુષ્પગુચ્છને સુંઘતાં ચક્રવતીના મનમાં એ વિચાર જો કે, મેં અગાઉ આવું કુસુમસ્તક કયાંય સુઘેલ છે. તેમજ આ પ્રકારનું નાટક પણ કયાંય જોયેલ છે. તેમ આવું ગાયન પણ સાંભળેલ છે. પરંતુ આ બધું મેં ક્યાં અનુભવેલ છે એની યાદ આવતી નથી. એ વિચાર કરતાં કરતાં ચક્રવતીને મૂછી આવી ગઈ અને એમાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયા એના પ્રભાવથી ચક્રવતીએ પિતાના પાછલા પાંચ ભવને જાણી લીધાં. આથી તેને એ નિશ્ચય થઈ ગયું કે, જ્યારે હું સૌધર્મસ્વર્ગમાં પદ્મગુમ વિમાનમાં હતા ત્યારે મેં એવું નાટક જોયું હતું, આવું કુસુમસ્તબક છડી સુંઘેલ હતી અને આવું ગાયન પણ સાંભળેલ હતું.
ચક્રવતીને મૂછિત અવસ્થામાં પડેલા જોઈને તેના સેવકેએ શીતલપચાર ક્રિયાએથી એમની મૂચ્છ દૂર કરી. ચક્રવર્તી શીતળ ઉપચારોથી સ્વસ્થ બન્યા. જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી ચક્રવતીએ પોતાના પૂર્વભવ સંબંધી ભાઈને જાણી લીધા અને પછી એ વિચાર કર્યો કે, પાંચ ભલે સુધી જે મારી સાથે રહેલ છે તે આ સમયે ક્યાં છે? આ વિચાર કરીને તેમણે તેની શેષ કરવાના નિમિત્તે “લાવવા મૂૌ હું માતરમ તથા? આ પ્રકારે અર્ધા શ્લોકની રચના કરી તેની સર્વત્ર ઘોષણા કરવાનું સેનાપતિ વરધનુને કહ્યું. સાથોસાથ એ પણ કહ્યું કે, જે કઈ વ્યક્તિ આના ઉતરાર્ધની પૂતિ કરશે તેને રાજા અર્થે રાજ્ય આપશે. તેવું જાહેર કરવાનું પણ જણાવ્યું. ચક્રવર્તીની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૪