Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દો અને મારૂં કહેવું માનીને અધું રાજ્ય સ્વીકારીને આપ પણ મારી માક આનદથી જીવન વ્યતિત કરો, ચક્રવતીનાં વચન સાંભળીને મુનિરાજે કહ્યુ, રાજન! મેં તે સંસારના સુખ ખૂબ ભેાગળ્યાં અને પરભવમાં એના મૂળના પણ અનુભવ કરી લીધા છે. મને તે હવે નિશ્ચય થઈ ચૂકયો છે કે, ભા સઘળા સાંસારિક સુખ કેવળ દુઃખના માટે જ છે. આથી મેં સમજી લીધું છે કે, આ સઘળા સાંસારિક સુખ પરિત્યાગ કરવામાં જ શ્રેય છે. આ પ્રમાણે થારવાર સમજાવવા છતાં પણ જ્યારે ચક્રવતી પ્રતિયુદ્ધ ન થયા ત્યારે શ્રુતિરાજે ઉપયેગ લગાડીને જોયુ એટલે તેમને સમજાયું કે, એહ! સભૂતના ભવમા એણે સનત્કુમાર ચક્રવતીની સ્ત્રીના વાળને સ્પર્શ થતાં ભાગ અભિલાષી બનીને ચક્રવતી પદને પ્રાપ્ત કરવાનું નિદાન કરેલ હતું. એ સમયે પશુ મે એને ખૂબ જ સમજાવેલ પરંતુ તેણે મારી એક પણ વાતને માનેલ ન હતિ. જ્યારે એ સમયે તે સમજેલ ન હતેા તા આજે ક્યાંથી સમજવાના હતા માથી એ સમજાય છે કે, એના ભાગ્યમાં જીન વચનેાના તરફ્ અનુરાગ થવાન લખાયેલ નથી આ પ્રકારના વિચાર કરી મુનિ ઉપદેશથી વિરત બની ગયા અને થોડા સમય રહીને ત્યાંથી વિહાર કરી ગયા. સમય પુરા થતાં કર્મનો ક્ષય કરીને તેઓ મેક્ષધામમાં સીધાવ્યા. આ તરફ ચક્રવતી પણ વિષય સુખાનો અનુભવ કરતાં કરતાં પેાતાનો સમય વિતાવવા લાગ્યા.
એક સમયની વાત છે કે, પૂર્વ પરિચિત બ્રાહ્મણે ચક્રવતીને આવીને કહ્યું કે, હે મહારાજાધિરાજ ! હું એ ચાહું છું' કે, ચક્રવતીને જે લેજન મળે છે એવું લેાજન મને ખાવા મળે, મારી આ અભિલાષા આપના સિવાય કોઈ પુરી કરી શકે તેમ નથી આથી આપને પ્રાર્થના કરૂં છું કે, આપ મારી આ અભિલાષાને પૂર્ણ કરી. બ્રાહ્મણની પ્રાર્થના સાંભળીને ચક્રવર્તીએ કહ્યું કે, હે દ્વિજ્ર ! હું જે પ્રકારનુ’ ભાજન કરૂ છુ તેવુ` લેાજન તમા ન ખાઇ શકે. કેમકે, જે લેાજન હું કરૂ છું. તેને બીજે કોઈ માણસ ખાય તે તે પચાવી શકે નહી'. ચક્રવતી'નું આ પ્રકારનું કહેવું સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ !
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૮