Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જતા જોઈને જોરથી રાડા પાડવા લાગ્યા કે, કૈાઈ આ કન્યાની રક્ષા કરે, રક્ષા કરી. બ્રહ્મદત્તકુમાર પણ ત્યાં ઉભેલ હતા. જ્યારે તેણે ભયગ્રસ્ત બાલિકાને જોઈ એટલે તરત જ હાથીની સામે આવીને તેણે તેને પડકાર્યો. કુમારના પડકારને સાંભળીને હાથી કન્યાને છોડીને કુમાર ઉપર ત્રાટકા, કુમારે જાણ્યુ કે હાથી મારી સામે ધસી રહ્યો છે, એથી તેણે તરત જ રાષના આવેશથી જેનાં નેત્ર ફાટી રહ્યા છે. અને જેની સૂંઢ ઉછળી રહી છે તેવા હાથીની સામે પેાતાનું ઉત્તરીય વસ્ત્ર ઉતારીને ક્રૂ'કયું. હાથીએ પણ એ ઉત્તરીય વસ્રને પોતાની સૂંઢથી પકડીને ઉપર ઉછાળી દીધું. હાથીએ ઉછળેલ એ વજ્ર નીચે પડ્યુ. હાથીએ તેને ફરી ઉછાળવા માટે પેાતાની સૂંઢને નીચી કરી કે એટલામાં કુમાર ઉછળીને તેના ગ'ડસ્થળ ઉપર સ્વાર થઈ ગયા અને સવાર થતાં જ તેણે પેાતાના હાથની સુડીએના પ્રહારથી તેના કુલસ્થળને ઢીલું પાડી દીધું. પછી જ્યારે હાથીનું ગાંડપણુ ધીરે ધીરે ઓછુ થવા લાગ્યું, ત્યારે કુમારે તેને મધુર વચનોથી પ્‘પાળ્યો. અને ઘણેાજ પ્રેમભાવ ખતાન્યેા. આ રીતે મદોન્મત્ત તે ગજરાજ જોતજોતામાં કુમારના વશમાં આવી ગયા. આ પરિસ્થિતિને જોઈ ત્યાં એકઠી થયેલી જનતા આશ્ચર્યચકિત બની ગઈ અને કુમારને ધન્યવાદ આપવા લાગી. પછી કુમારે એ ગજરાજને લઈ જઈને આલાનસ્તંભ સાથે બાંધી દીધા. કુમારના આ પ્રકારના સાહસને જોઇ ખંધીજનોએ તેની ખૂબ ખૂબ સ્તુતિ કરી. પુિમન રાજાએ જ્યારે કુમારની આ પ્રકારની કુશળતા અને શૂરવીરતા જાણી ત્યારે તે ઘણા ખુશી થયા અને આશ્ચર્યમગ્ન બનીને તેણે મંત્રીને પૂછ્યું, આ કુમાર કાણુ છે ? કુમારના વેશથી પરિચિત મંત્રીએ કહ્યું, મહારાજ! પાંચાલ રાજા બ્રહ્મરાજાના પુત્ર આ બ્રહ્મદત્તકુમાર છે કુમારના પરિચય જાણતાં રાજા ભૂખ ખુશી થયા અને કુમારને પેાતાને ત્યાં બાલાવ્યેા. ઘેર પહોંચતા તેણે કુમારનું ખૂબ સત્કાર અને સન્માન કર્યું. રાજાને આઠ કુંવારી કન્યાઓ હતી, જે'રૂપ મા માં એકએકથી ચડીયાતી હતી એમની સાથે રાજાએ કુમારના વિવાહ કરી દીધા. વરધનુ પણ કુમારની સાથે રહ્યો.
એક સમયની વાત છે કે, કોઈ સ્રીએ આવીને બ્રહ્મદત્તકુમારને કહ્યું, કુમાર ! આપને કાંઈક કહેવું છે ? કુમારે કહ્યું, કહેા ! શું વાત કહેવી છે ? તેણે કહ્યું, આ નગરીમાં વૈશ્રમણ નામના એક સાવાહ છે તેને સકલ કલાએમાં નિપુણ એવી પુત્રી છે, જેનું નામ શ્રીમતી છે. એ દિવસે જ્યારે સઘળી જનતા વસંતના ઉત્સવને મનાવવામાં મશગુલ હતી ત્યારે આપે તેનુ' મન્દોન્મત્ત હાથીથી રક્ષણ કરેલ હતું. એ તે આપ જાણો છે. આપે જેને જીવતદાન આપેલ છે તે કન્યા પેાતાના જીવતદાતા આપના સીવાય કોઇ બીજાને વરવા ચાહતી નથી. એ ખાતર આપ તેને ગ્રહણુ કરો. કુમારે એ સ્ત્રીનાં વચનોનો સ્વીકાર કર્યાં. અને ચાગ્ય દિવસે તે કન્યાની સાથે વિવાહ કરવાનુ નક્કી કર્યું." કુમારના વિવાહિત થયા પછી વરધનુને પણ સુબુદ્ધિ મંત્રીની નન્દના નામની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮૧