Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થઈ અને પછી તેણે પિતાને સઘળે વૃત્તાંત સંક્ષેપમાં મને કહી સંભળાવ્યો. વૃત્તાંત સાંભળીને મેં તેને કહ્યું કે, પુત્રી ! તું એ હિસાબે મારી દૌહિત્રી થાય છે, એમ કહીને પછી હું તેને આ શિવપુરી નગરીમાં તેના કાકા ધનસાર્થવાહની પાસે લઈ ગયે. ધનસાથવો તેને ઓળખીને ઘણા આદર સાથે પિતાને ઘેર રાખી છે. અને તે ત્યાં જ છે. હું આપની શોધખોળમાં જ હતો કે, એટલામાં આપ મને મળી ગયા. ચાલે ઘણું સારું થયું. આ પ્રમાણે કહીને તે પુરુષ કુમારને સાથે લઈને રત્નાવતીના કાકાને ઘેર પહોંચ્યા. ત્યાં કુમાર અને રત્નવતી સુખથી રહેવા લાગ્યા.
એક સમયની વાત છે કે, એ નગરમાં એક ઘણે માટે મહત્સવ થશે. બહારથી દૂર દૂરથી ઘણું મનુષ્ય એ ઉત્સવમાં આવેલ હતાં. વરધનુ પણ બ્રાહ્મણના વેશમ એ ઉત્સવની શભા જેવા માટે બહારથી આવેલ હતું. બ્રાહ્મણના વેશમાં છુપાયેલા વરધનુને કુમારે ઓળખી લીધું અને તેને એકદમ પિતાના બને ભુજાઓ વડે જકડી છાતી સરસો ચાંપો. વરધનુના મેળાપથી કુમારના જીવમાં જીવ આવ્યા, જાણે કે તેને ખોવાઈ ગયેલ પ્રાણ તેને ફરીથી પ્રાપ્ત થયે. એવું માનીને હર્ષોન્મત્ત બનેલા કુમારના બન્ને નેત્રમાંથી શ્રાવણ અને ભાદરવાની ઝડીઓ વરસવા લાગી. રાજકુમાર આ રીતે ઘણે સમય રડી રહ્યો પછી સ્વસ્થ થતાં તેણે વરધનુને પૂછ્યું, કહે તમે કયાં ચાલી ગયા હતા? અને આટલો સમય કયાં વિતાવ્યા ? કુમારના આ પ્રશ્નને સાંભળી વરધનુએ કહ્યું, સાંભળો! રથમાં રનવતી અને તમે નિદ્રાધીન હતા. ત્યારે વંશજાળની અંદર છુપાયેલા કેઈ ચોરે એક બાણના પ્રહારથી મારો પગ જર્જરીત કરી દીધે. એનાથી મને ખૂબ જ વેદના થવા લાગી અને હું એ વખતે રથની નીચે પડી ગયે. આપ લોકોને મારી આવી સ્થિતિ જોઈ ચિંતા ન થાય એ વિયારથી મેં આપને જગાડેલ નહીં એટલામાં રથ આગળ નીકળી ગયે. હું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૭૯