Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોમાય વ્રતનુ –બ્રહ્મચર્ય વ્રતનુ પાલન કેમ ન કરૂ? માતાને મારી આ સ્થિતિની ખબર પડી ત્યારે તેણે મને ખેલાવીને કહ્યું, પુત્રી ! જીવન પર્યંત કૌમાય – વ્રતને ધારણ કરીને રહેવાના તારે વિચાર મારી ઇષ્ટએ ખરાખર નથી, આથી પ્રસિદ્ધ શેઠ શાહુકારના કોઈ એક કુમારને તારા પતિ તરીકે સ્વીકારીને પિતાની ચિંતા એછી કર એમાં જ તારી ભલાઈ છે. માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને હું તેની સાથે સહમત ન થઇ. માતાએ જ્યારે એ જાણ્યું ત્યારે તેણે મને કહ્યું કે, જો ઈચ્છા પ્રમાણે વરની પ્રાપ્તી કરવી હેાય તે તું યક્ષની આરાધના કર. તારી પરિશ્રમ અવશ્ય સફળ થશે, આથી મે માતાના કહેવા અનુસાર યક્ષની આરાધના કરવા માંડી. નિયમ, વ્રત વગેરેનું આચરણ કર્યું. આથી યક્ષ મારા ઉપર પ્રસન્ન થયા અને તેમણે મને કહ્યું, વત્સે ! ભવિષ્યના ચક્રવર્તી કુમાર બ્રહ્મદત્ત તારા પતિ થશે. તે પેાતાના મિત્ર વરધનુકુમાર સાથે અહી આવશે એ વાત તું લક્ષમાં રાખજે. આમ કહીને રત્નવીએ ફરી કહ્યું, યક્ષના કહેવા પછી મે શું શું કર્યું' તે સઘળું આપની જાણમાં જ છે. અર્થાત્ પછી મે આપની પાસે હાર વગેરે મેાકલેલ એ સઘળી વાત આપે જાણી જ છે. રત્નવતીની આ પ્રકારની વાત સાંભળીને કુમારના ચિત્તમાં ખૂબ પ્રસન્નતા થઈ. “ રત્નવતીના મારા ઉપર નિષ્કપટ સ્નેહ છે. ” એવું જાણીને કુમાર તેના તરફ્ સ્નેહથી આકર્ષાયા અને મધુર વચનાથી તેને સાંત્વન આપ્યુ પછી મિત્રને સાથે લઈ તેની સાથે રથ ઉપર બેસી ગયા અને રત્નવતીને કહ્યું, ભદ્રે ! એ તા ખતાવા કે હવે અહીથી કયાં જવું છે ? રત્નવતીએ કહ્યું, સાંભળેા ! મગધ દેશમાં શિવપુરી નામની નગરી છે. ત્યાં મારા પિતાના નાનાભાઈ જેમનું નામ ધનસા વાહ છે, તે રહે છે. જ્યારે તેને એ ખખર પડશે કે રત્નવતી, બ્રહ્મવૃત્ત અને તેમના મિત્ર સાથે અહી આવી રહી છે ત્યારે તેમને ખૂમ આનંદ થશે. આથી સહુથી પહેલાં આપણે ત્યાં જઇએ. પછી જેવી આપની ઈચ્છા. રત્નવતીનાં વચન સાંભળીને કુમારે મધ તરફ જવાનું ઉચિત માન્યું. આથી તેઓ એ તરફ ચાલ્યા. સારથીનું કામ વરધનુએ કર્યુ. રથ તેજ ગતિથી ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં એ લેાકા વત્સદેશની સીમા એળંગીને આગળ નીકળી ગયા. આ રીતે ચાલતાં ચાલતાં તેઓ ગિરિશુદ્ધા નામની એક અટવીમાં આવી પહેંચ્યા, એ અટવીમાં કંટક અને સુકટક નામના બે ચાર સેનાપતિ રહેતા હતા તેમણે જ્યારે એ પુરુષથી સુરક્ષિત સ્રીરત્ન રત્નવતીને રથમાં બેઠેલી જોઇ, તા એમણે વિચાર કર્યો કે, આ સ્ત્રીને લૂટવાથી અમને ઘણું ધન પ્રાપ્ત થશે, આથી તે બન્ને પાત પેાતાના માણસે સાથે રથની તરફ આવવા લાગ્યા. કુમારે પરિસ્થિતિને સમજી જઇ તેણે એજ વખતે પોતાના હાથની કુશળતાં ખતાવતાં ખાણુાથી ચારાને જજરીત બનાવી દીધા, કુમારણા ખાણેાથી જર્જરીત બનેલા એ ચારા ત્યાંથી નાસી છૂટયા. તે કયાં અદૃશ્ય બની ગયા તે સમજાયુ નહીં' વરધનુએ જ્યારે માર્ગ સંપૂર્ણ પણે નિર્ભય જોચે ત્યારે કુમારને કહ્યું કે, આપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૭૫