Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવું હું મહાવીર ભગવાનના કહેવા પ્રમાણે કહું છું. અર્થાત્ એવું જ વીર પ્રભુએ જે કહ્યું છે એજ મેં કહેલ છે. આ પ્રમાણે હરિકેશબલ મુનિએ બ્રાહ્મણને બાધિત કર્યો અને પછી પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા અને તે સ્થળે ખૂબ ઉગ્ર તપસ્યાની આરાધનાથી કર્મોને વિનાશ કરી તેમણે મુક્તિને લાભ કર્યો. તથા બ્રાહ્મણોએ પણ પ્રતિબંધિત થઈને આત્મ કલ્યાણને માર્ગ ગ્રહણ કર્યો. ૪૭
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પ્રિયદર્શિની ટીકાને હરિકેશીય નામના બારમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ. ૧૨
તેરવૉ અધ્યયનકી અવતરણિકા ઔર ચિત્ર સંભૂત મૂનિ કા ચરિત્ર વર્ણન
તેરમા અધ્યયનને પ્રારંભબારમું અધ્યયન પુરૂ થઈ ચુકયું, હવે તેરમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનને બારમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારનું છેબારમાં અધ્યયનમાં એમ કહેવામાં આવ્યું છે કે, તપસ્યા કરવામાં આત્માએ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. હવે આ અધ્યયનમાં એ કહેવામાં આવે છે કે, તપસ્યા કરનાર તપસ્વીએ પોતાના તપના ફળ માટે કઈ જાતનું નીયાણું–નીદાન કરવું ન જોઈએ. આ સંબંધને લઈને આ અધ્યયનમાં ચિત્ર અને સંભૂત નામના બે મુનિરાજોનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી તેમના સંબંધને કારણે આ અધ્યયનનું નામ પણ “ચિત્ર-સંભૂત એવું રાખવામાં આવેલ છે. આ વાતને સજાવવા માટે ચિત્ર અને સંભૂતના આખ્યાનનું વર્ણન કરવામાં આવે છે. જે આ પ્રકારનાં છે—
સાકેત નામનું નગર હતું, એ નગરના શાસક ચંદ્રાવત સક નામના રાજા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૪૭