Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિવાહના સાજ સામાન સાથે અહિં આવી છે. આ અવાજ એ વિદ્યાધર કુમારીકાઓએ પહેરેલા કંકણને છે. હવે તમો અહીંથી જલદી બહાર નીકળી જાઓ અને દૂર બેઠા બેઠા એની પ્રવૃત્તિ ઉપર નજર નાખતા રહે. હું પણ ઉપર જાઉં છું અને એ વિદ્યાધરણીઓને તમારા વિષે કે અભિપ્રાય છે એ જાણવાની કેશિશ કરું છું. તમારા પ્રત્યે જે તેમને સદ્ભાવ જણાશે તે હું ત્યાંથી એક લાલ કપડું બતાવીશ અને સદ્ભાવ નહીં હોય તે સફેદ બતાવીશ. તેની એ પ્રકારની વાત સાંભળીને રાજકુમાર તે મકાનમાંથી બહાર નીકળી ગયો અને એક સ્થળે છુપાઈને બેસી ગયો. રાજકુમારીને વાતચીતમાં વિદ્યાધરણીએનો કુમાર પ્રત્યેને ભાવ ઠીક ન જણાતાં ત્યાંથી સફેદ કપડું બતાવ્યું આ જોઈ કુમારે વિચાર કર્યો કે, વિદ્યાધર કુમારીએ મારી વિરૂદ્ધ છે. આથી તે ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં તે એક પર્વતનું ઝુંડ–સમૂહ ઉપર જઈ પહોંચ્યો. ત્યાં જઈ તેણે સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને તે એ તળાવના પશ્ચિમ કાંઠા તરફ ગયો ત્યાં તેણે રૂપલાવણ્યથી યુક્ત એવી એક કન્યા જોઈ. એજ પ્રમાણે ત્યાં રહેલા મંત્રીએ કુમારને જોયા. કુમારને જોતાં જ તેણે કુમારને બોલાવવા દાસીને મોકલી. દાસીએ આવીને કુમારને મંત્રીનો સંદેશ પહોંચાડશે. તે સાંભળીને કુમાર તે દાસી સાથે મંત્રીના નિવાસ સ્થાને ગયો. મંત્રીએ કુમારનું સુંદર સ્વાગત કર્યું બીજે દિવસે રાજસભામાં જતી વેળાએ કુમારને પણ સાથે લેતા ગયા. રાજાએ કુમારનો પરિચય મેળવીને તેમજ તેનો સઘળો પૂર્વ વૃત્તાંત જાણીને એક સુંદર આસન ઉપર બેસાડે. સભાનું કામ પૂરું થયું એટલે રાજા કુમારને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગયે. અને અનેક પ્રકારની ભજનસામગ્રીથી કુમારનું સન્માન કર્યું. જન વિધી પૂર્ણ થયા પછી રાજાએ ખૂબ વિનય સાથે કુમારને કહ્યું, કુમાર ! હું તમારું સંપૂર્ણપણે સ્વાગત કરી શકવામાં શક્તિમાન નથી, તે પણ હું આપને નજરાણામાં એક ભેટ આપવા ઈચ્છું છું આપ તેનો સાભાર સ્વીકાર કરો. આ પ્રમાણે કહીને રાજાએ પોતાની કન્યા કુમારને અર્પણ કરી. કુમારે પણ રાજાનો પ્રેમભાવ જાણીને તેની કન્યાનો સ્વીકાર કર્યો. પછી શુભ મુહૂર્તે તેમનાં લગ્ન થયાં. એક દિવસની વાત છે કે, કુમારે પિતાની નવોઢા પત્નીને પૂછયું કે, પ્રિયે ! તમારા પિતાએ મારા જેવી રખડતી વ્યક્તિ સાથે તમારું લગ્ન કેમ કર્યું? રાજપુત્રીએ કહ્યું, સ્વામિન્ ! મારા પિતાની પાછળ ઘણું શત્રુઓ પડયા હતા અને વખતો વખત તેઓ ભારે કષ્ટ પહોંચાડતા હતા. એક સમય એવો આવી ગયો કે, મારા પિતાનું રાજ્ય પણ એ લોકે એ કબજે કરી લીધેલું અને પિતાને ભાગવું પડેલું. ભાગીને તેમણે આ વિષમ સ્થળનો આશ્રય લીધે. મારે ચાર ભાઈ છે હું એ ચારે ભાઈએથી નાની છું. મારી માતાનું નામ શ્રીમતી અને મારું નામ શ્રીકાન્તા છે. મારા ઉપર પિતાને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૬ ૭