Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
" प्रार्थ्यते यद्यपि जनो, जनेन संयोगजनित यत्नेन ।
तथापित्वामेव रमणं, रत्नवती मन्यते मनसा ॥" વરધનુએ આ ગાથાના અર્થને સૂક્ષમ બુદ્ધિથી વિચાર કર્યો તે એને અર્થ સમજા. બીજે દિવસે ત્યાં એક પરિવ્રાજીકા આવી, આવીને તેણે કુમારને દહીંવાળા અક્ષત – ચોખાથી વધાવ્યો અને આશીર્વાદ આપે કે, કુમાર ! તમે એક લાખ વર્ષના આયુષ્યના ભોગવનાર બને, આ પ્રમાણે આશીર્વાદ દઈને તેણે વરધનુને એકાંતમાં બોલાવી અને તેની સાથે કાંઈક ગુપ્ત મંત્રણ કરીને તે ચાલી ગઈ. કુમારે વરધનુને કહ્યું. મિત્ર ! કહો એ પરિવાછકાએ તમને શું કહ્યું? વરધનુએ કહ્યું કે, સાંભળો તેણે એમ કહ્યું કે, બુદ્ધિ ઢબામાં રાખીને તમને જે હાર મોકલેલ છે, અને એમાં જે લેખ છે તેની મને નકલ કરવા દે. એના ઉત્તરમાં મેં એને કહી દીધું કે, એ લેખ તે બહાદત્તના નામથી અંકિત થયેલ છે. આથી તમે પહેલાં એ બતાવે કે એ બ્રહ્મદત્ત કેણ છે? એણે કહ્યું કે, સાંભળે હું કહું છું પરંતુ એને બીજાથી ગુપ્ત રાખજે કેઈને પણ કહેશે નહીં. વાત આ પ્રમાણે છે.–
રત્નાવતી નામની આ નગરના શેઠન એક પુત્રી છે. જે બુદ્ધિલની બહેન થાય છે. બાલ્યકાળથી તેને મારા ઉપર પ્રેમભાવ છે. જ્યારે તે યૌવનવતી થઈ અને દરેક વાતે સમજવા લાગી, ત્યારે તેના પિતાએ તેને સઘળા શાસ્ત્રોના અધ્યનથી વિશેષ કુશળ બનાવી. આ સમયે તે એને સમસ્ત સ્ત્રીઓમાં એક સ્ત્રીરત્ન માનવામાં આવે છે. એક દિવસની વાત છે કે ન માલુમ તે કયા વિચારમાં ગુંથાઈ ગઈ. એ વિચારમાં એ એટલી તન્મય બની ગઈ હતી કે તેને વપરનું કાંઈ પણ ધ્યાન રહેતું ન હતું. મેં જ્યારે તેની આવી સ્થિતિ જોઈ તે મારાથી રહેવાયું નહીં. મેં જઈને તેને પૂછયું કે, બેટી સદાયે કમળની માફક પ્રફુલ્લિત રહેતું તારું વદન કમળ આજે ગ્લાન કેમ દેખાય છે. કહે! તને એવું તે શું માનસિક દુઃખ છે? તું તારી હાલત મને નહીં કહે તે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૭૧