Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છેડે ત્યારે મેં પરિવ્રાજકે આપેલ ગોળીને મોઢામાં મૂકી. આથી હું એ સમયે તદ્દન નિશ્ચણ બની ગયું. એમણે મને આ નિશ્રેષ્ઠ છે એટલે માની લીધું કે, હું મરી ગયો છું. આથી એ સઘળા સૈનિકે મને ત્યાં જ પડતું મૂકીને ચાલ્યા ગયા, એમના ચાલ્યા જવા પછી કેટલાક સમય પછી એ ગોળીને મોઢામાંથી બહાર કાઢી અને હું પૂર્વવત્ ચેતનવંત બની ગયો. ત્યાર બાદ આપને શોધવા ભટકવા લાગ્યો. શોધ કરતાં કરતાં હું એક ગામમાં પહોંચ્યા. ત્યાં મને એક તપસ્વી મળ્યા એમની સાથે મારે પરિચય થયે. તેણે મને કહ્યું હું તમારા પિતાનો નાનોભાઈ સુભગ છું. દીધરાજાના ત્રાસથી તમારા પીતા ભાગી છૂટેલ છે અને તમારી માતાને પકડીને તેણે માતંગ નામના ચાંડાલના ઘેર મૂકેલ છે. આ પ્રકારની હકીકત સાંભળી મને ખૂબ દુઃખ થયું પરંતુ એ સમયે હું લાચાર હતે. વિચાર કર્યો કે, કાપાલિકને વેશ લઉં અને મારું કામ કરતો રહું. મેં એવું જ કર્યું. કાપાલિકને વેશ લઈને હું ત્યાંથી ચાલે અને માતંગ મહેતરની પાસે પહોંચ્યો. એને દરેક રીતે સમજાવીને મારી માતાને ત્યાંથી છોડાવીને મારા પિતાના મિત્ર દેશવમાં બ્રાહ્મણને ત્યાં રાખી. એ પછી હું આપની શોધમાં નીકળી પડે અને અહીં તહીં તપાસ કરતાં કરતાં અહીં આવી પહોંચે. આજે આપને મળતાં મારે પરિશ્રમ સફળ થયે છે.
આ રીતે વરધનુએ પિતાની વિતક કથા કુમારને કહી એજ વખતે ત્યાં એક માણસ આવ્યો અને તેણે તેમને કહ્યું કે, આપ બને તાત્કાલિક અહીંથી ભાગી જાઓ કેમ કે, આપની તપાસ કરતા કરતા દીર્ધરાજાના સૈનિકે અહીં આવી પહોંચ્યા છે. આ પ્રકારનાં તેના વચન સાંભળીને એ બંને જણે ત્યાંથી ચાલી નીકળ્યા. અને કૌશાંબી નગરીમાં પહોંચ્યા. આ નગરની બહારના બગીચામાં સાગરદત્ત અને બુદ્ધિલ નામના બે વેપારી પુત્રેના બે કુકડાનું એક લાખ રૂપીયાની શરતથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એને જોવા માટે એ બંને ત્યાં ઉભા રહ્યા. બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને હરાવ્યું. પિતાના કુકડાની આ સ્થિતિ સાગરદને જોઈ અને પિતાના કુકડાને બુદ્ધિલના કુકડા સાથે લડવા ઘણી ઘણી પ્રેરણા કરી પરંતુ એને કુકડો લડવામાં તત્પર ન બન્ય. આ રીતે સાગરદત્ત શરતમાં હારી ગયો. આ વાતનું લક્ષ્ય કરીને વરધનુએ સાગરદત્તને કહ્યું કે, હું સાગરદત્ત ! આપને આ કુકડે સારી જાતને છે. છતાં પણ બુદ્ધિલના કુકડા સાથે લડવામાં કેમ હારી ગયે ? મને તે આ વાતનું ભારે આશ્ચર્ય થયેલ છે. જે કઈ ક્રોધ ન કરે તે હું એ જાણવા માગું છું કે, બુદ્ધિલને કુકડો કે છે. વરધનુની વાત સાંભળીને સાગરદત્તે કહ્યું મહારાજ ! જુઓ ખુશીથી જુએ એને આપને માટે કેણ વિરોધ કરી શકે તેમ છે? કુકડાને જોવામાં ક્રોધ કરવાનું કારણ શું છે ? હું એક લાખ રૂપીયા હારી ગયે તેની મને ચિંતા નથી પરંતુ પ્રતિષ્ઠા ગઈ એનું જ મને દુઃખ છે. આ કારણે બુદ્ધિલના કુકડાને જરૂરથી જુએ જ્યારે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨