Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહીને તે કુમારના બને ચરણેને પકડીને રેવા લાગી, કુમારે તેને બેઠી કરી સાનુકૂળ વચનોથી આશ્વાસન આપી પિતાના હાથથી તેની આંખનાં આંસુ
છતાં છતાં પૂછ્યું કે બાળા ! મન મૂકીને કહો કે તમારી આ દશા કોણે કરી ? કુમારનાં વચનોથી હિંમત લાવી તે કુમારીએ પોતાની વિતક કથા કહેવા માંડી. કુમાર ! હું તમારા મામાની પુત્રી છું. પિતાએ તમારી સાથે મને પરUાવવાનો સંકલ્પ કર્યો એ વાત હું આપને કહી ચૂકી છું. એ પછીનું વૃત્તાંત આ પ્રકારનું છે. જ્યારે મારા જાણવામાં આવ્યું કે, મારે વૈવાહિક સંબંધ આપની સાથે નિશ્ચિત બની ચૂક્યું છે ત્યારે એ જ દિવસથી આપના મિલન માટે મારા દિલમાં અરમાન જાગ્યા હતા. મારું મન આપને મળવા તલપી રહ્યું હતું. સમય વીતતું હતું અને મારા મનમાં ભારે અકળામણ જાગતી હતી. એ અકળામણને દૂર કરવા હું તળાવ, વન, ઉપવનમાં નાના વધ ક્રીડાઓ કરવા નીકળી પડતી અને એ રીતે સમય વિતાવતી હતી. પરંતુ ચિત્તને ક્યાંય શાન્તી નહતી મળતી. એક દિવસની વાત છે કે, જ્યારે મારું ચિત્ત ખૂબ જ વ્યગ્ર બની રહ્યું હતું ત્યારે હું ઉદ્યાનમાં ગઈ અને આપને મારા દિલમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવા લાગી, એ સમયે હું બિલકુલ બેભાન જેવી બની ગઈ હતી. મારા સંકલ્પ વિકલ્પ આપનામાં જ એકત્રિત બની ગયા હતા, મેં મનમાં ને મનમાં આપની સાથે ક્રીડા કરવાનાં સ્વપ્નાં સેવવા માંડયા. આ રીતે આપનામાં એકતાન બનેલી એવી મને કોઈ દુષ્ટ વિદ્યાધરે જઈ અને તેણે મારૂં હરણ કર્યું. મારું હરણ કરીને તે વિદ્યાધર મને અહીં લઈ આવ્યા છે. આ પછી તે વિદ્યાધરે નીતિ માર્ગથી મને ચલાયમાન કરવા ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ આપને મળવાની આશાથી મહાકણ પૂર્વક હું પ્રાણને સુરક્ષિત રાખી શકી છું. હું અહીં મારાબં ધુજનોથી વિખુટી વિરહરૂપી અગ્નિથી બળતી દીવસે કાપી રહી હતી ત્યાં જ આજે આપના દર્શનની અમૃત વૃષ્ટિએ મને પ્રફુલ્લિત બનાવી છે.
એ કન્યાનાં આ પ્રકારનાં વચનોને સાંભળીને કુમારે કહ્યું, સુભગે ! કહે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૬૫