Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુનિરાજે કહ્યું કે પુણ્યના ઉદયથી મળેલ આ મનુષ્યભવને આવા નબળા વિચારથી બગાડવામાં તમારૂં શ્રેય નથી: તમે વિવિધવિદ્યાઓના અધ્યયનથી નિર્મળ બુદ્ધિશાળી છે. આથી પર્યંત ઉપરથી પડીને મેતને ભેટવું તેમાં કઇ જાતની બુદ્ધિમત્તા છે ? તમારા જેવા બુદ્ધિમાનાએ એવું કામ કરવુ' શાભાસ્પદ નથી. તેના કરતાં તે સર્વોત્તમમાગ એજ છે કે, તમે મુક્તિ માર્ગના આશ્રય લઈ તમારા મનુષ્યજન્મને સફ્ળ કરો. મુનિરાજની આવી દિવ્ય વાણી સાંભળીને એ બન્નેએ એજ સમયે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ધારણ કરીને તે ખન્નેએ આગમાનુ' સારી રીતે અધ્યયન કર્યું. આ રીતે એ બન્ને ગીતા બની ગયા. ગુરૂમહારાજની આજ્ઞાર્થી તેએાએ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અમાસ, માસખમણુ આદિ તપસ્યાએ આરાધન કરવા માંડી. આ રીતે વિવિધ તપસ્યાની આરાધના કરતાં તેમજ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવ્યા, અને ત્યાં બહારના બગીચામાં ઉતર્યો.
એક સમય માસ ખમણુના પારણાના દિવસે સભૂતમુનિ નગરમાં ગયા અને એક ઘેરથી બીજા ઘેર ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરી રહ્યા હતા. જ્યારે તે ક્રૂરતા કરતા રાજમાર્ગ ઉપર આવ્યા. તે સમયે મકાનની ખડકીમાં બેઠેલા નમુચિમ ત્રીએ જોતાં જ તેમને ઓળખી લીધા. ઓળખતાં તેમણે વિચાર કર્યાં કે, અહા ! આને તેા મે' ભણાવેલ છે. આ એજ માત ́ગ જાતિની વ્યક્તિ છે કે જેના ઘરમાં હું છુપાઈ ને રહ્યા હતા. આ મારા પૂચરિત્રને સારી રીતે જાણું છે. જો કદાચ તે મારી અગાઉની વાર્તાને અહીંની જનતા સમક્ષ કહી હૈ તા મારી પ્રતિષ્ઠામાં ભારે હાની પહોંચે. આ પ્રકારના વિચાર કરીને એ નમુચિમત્રીએ પોતાના તે મારફતે સંભૂતમુનિને ગડદા પાટુ વગેરેના માર મરાવીને નગરથી બહાર કાઢી મુકાવ્યા. મારખાઇને મુનિરાજ ઉદ્યાનમાં ચાલ્યા ગયા. ત્યાં ગયા પછી મુનિને અધિક પ્રમાણમાં ક્રાધ વ્યાપ્યા. એ વખતે એમના માઢામાંથી ધુમાડાના ગાટે ગેાટા નિકળીને નગરભરમાં છવાઈ ગયા. પછી તોલેશ્યાની જ્વાળાના પ્રકાશથી વ્યાપ્ત ખની ગયું. જનતામાં આથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૩