Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દીર્ઘ રાજ્યનું સંચાલન ઘણી ચેાગ્યતાની સાથે કરવા માંડયુ સેના અને સીમાનું નિરંતર નિરીક્ષણ કરવું એ તેની રાજની કામગીરીમાં સામેલ હતું. પ્રજાજનાનું અને રાજ્ય ભંડારનું યથાવિધિ પાલન અને દેખરેખનુ કામ તે તેણે પોતાના હાથમાંજ રાખ્યું હતુ. કુમારની દેખરેખની પણ સુચાગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી ખાસ ગુપ્તચરા પણ તેણે નિયુક્ત કર્યો હતા કે જેએ કુમારના મિત્રા અને અમિત્રાના સમાચાર જણાવતા રહે. મિત્રાને સતા ષવા તેમજ અમિત્રાને શિક્ષા કરવી એ રાજ્ય સચાલનની એક નીતિ હાય છે આ પ્રકારની નીતિના દીર્ઘ પુરી રીતે ઉપયેગ કરવાનું રાખ્યું. અંતઃ પુરની સંભાળ રાખવાતું અને રાજમાતા ચુલનીની સાથે રાજ્ય સંચાલનના વિષયમાં મંત્રણા કરવાનું તે કદી ચુક્તા ન હતા. વિધવા રાજમાતા સાથે દીના રાજના સહવાસને કારણે તેના દિલમાં કુવૃત્તિ જાગો સમગ્ર રાજકાજ કરતાં કરતાં દીર્થંતુ હૃદય કામવેગથી આંધળું બની ગયું. તે રાજમાતા ચુલની ઉપર આસક્ત બન્યા. આ પ્રકારની સ્થિતિમાં જકડાએલા અન્ને જણાંના સમય વિતતા જતા હતા. આ હકિકત એક વખત ધનુ નામના મંત્રીના જાણુવામાં આવી. એ જાણીને તેણે વિચાર કર્યાં કે, જે આ પ્રકારના અનાચાર આચરે છે તે ભવિષ્યમાં રાજકુમારના હિતને નુકશાન પહોંચાડનાર પણ ચાસ ખનશે. આમ વિચારી તેણે એ હકિકતને ગુપ્ત રાખી પોતાના પુત્ર કે જે રાજકુમારની સાથે રહેતા હતા તેને આડકતરી રીતે સમજાવી સાથે સાથે તેને એ પણ સમજાવ્યું કે, બેટા ! ચેાગ્ય અવસર પ્રાપ્ત થતાં આ ગુપ્ત વાત તમે રાજકુમારના કાને નાખશે. જીએ ઇન્દ્રિયાની દુનિગ્રહતા કે, જે સતી તેમજ રાજરાણી કે જે ધર્મને જાણનાર હેાવા છતાં પણ વ્યભિચારમાં રત ખની ગયેલ છે. એ કામવૃત્તિને ધીક્કાર છે. અસાસ છે કે, કામાંધ અનેલ પ્રાણી પેાતાના વિવેક અને સવિચારોને એક ક્ષણ માત્રમાં ભૂલી જાય છે. આ પ્રકારે પુત્રને ધનુમંત્રીએ રાજમાતાના અનાચારની વાતને સ્પષ્ટ સ્વરૂપથી સમજાવી દીધી. ધનુમંત્રીના પુત્ર વરધનુએ સમય મળતાં સમગ્ર વૃત્તાંત એકાંતમાં રાજ કુમારને સંભળાવી દીધે, રાજકુમારે માતાના દુશ્ચરિત્રને જાણીને તેને આધ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૭