Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બ્રહ્મરાજાની રાણી ચુલનીની કૂખે પુત્રરૂપે અવતર્યા. જ્યારે તે ચુલની રાણીના ઉદરમાં હતા એ સમયે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં બ્રહ્મરાજાએ પુત્રનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મરાજાને ચાર મિત્ર હતા, જેઓ કુલીન હતા. જેમનાં નામ એક કાશીરાજ કટક, બીજા ગજપુરેશ કણેરદત્ત, ત્રીજા કૌસલાધીશ દી, અને ચોથા ચંપાપતિ પુ૫ચુલ હતા, આ સર્વને એક બીજા માટે ખૂબ નેહ હતે. એક બીજા ઘડીભર પણ છુટા રહી શકતા નથી. એકાદ ઘડીને વિયેગ પણ તેમને ભારે દુખદાયક થઈ પડત. એક બીજા એક બીજાને ત્યાં વારા કરતી એક એક વર્ષ રહેતા. અને વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરતા. બ્રહ્મદત્તને ત્યાં એમને રહેવાને સમય આવ્યે સઘળા ભેગા થઈ રહેવા લાગ્યા. ભાગ્યવશાત્ એ વખતે બ્રહ્મરાજાને માથામાં એકદમ દર્દ થઈ આવ્યું મંત્ર, તંત્ર અને ઔષધિ આદિ દ્વારા રાજાની યથેચિત ચિકિત્સા કરવામાં આવી તે પણ તેમની વેદના ઓછી ન થઈ. રાજાએ આથી એવું અનુમાન કરી લીધું કે, હવે મારા મૃત્યુને સમય નજીક આવી ગયા છે. આથી તેણે પોતાના પુત્રને પોતાના એ ચારે મિત્રોને શેંપીને તેમને કહ્યું કે, જુઓ ! જ્યાં સુધી મારો આ પુત્ર રાજ્યધુરાને વહન કરવા યોગ્ય ન બને ત્યાં સુધી આ રાજ્યને પ્રબંધ એના વતી આપ લેકજ કરતા રહેશે. આ પછી થોડા વખતે બ્રહ્મ. રાજાનો દેહાંત થયો. મિત્રોએ મળીને તેમની અંત્યેષ્ટિ ક્રિયા કરી અષ્ટિ ક્રિયા પતાવ્યા પછી મૃત આત્માની શાંતિ અર્થે જે કાર્યો કરવામાં આવે છે તે સઘળાં કાર્યો પણ પુરા કર્યા. મૃત આત્મા સંબંધી ઉત્તર ક્રિયા પતાવ્યા પછી એ ચારે જણાએ એક દિવસ મળીને એ વિચાર કર્યો કે, બ્રહ્મરાજાએ આપણને આ રાજયને ભાર ઉપાડવાનું સેપેલ છે તે આપણે બધાએ સાથે મળીને વહન કર જોઈએ. રાજકુમારને રાજ્યસંચાલનની યોગ્ય શિક્ષા પણ એ સમય દરમ્યાન મળી જાય. આપણાં કર્તવ્ય પાલનથી રાજ્યને હર પ્રકારે સુરક્ષિત બનાવી રાખવું જોઈએ આ પ્રકારને વિચાર કરી તેમણે કેસલાધિપતિ દીર્ઘના હાથમાં રાજ્યનું શાસન સેપ્યું. અને પછી બધા પિતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫ ૬