Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જતાં આપણા આ કૃત્યને સહન ન કરતાં કાઇ એવા પ્રયત્ન કરશે કે, જેનાથી આપણું સુખ અને પ્રાણુ ખધાનો નાશ થઈ જશે. આથી વિઘ્નકારક એવા આ કાંટાને આપણા માર્ગમાંથી ઉખેડીને તરત જ ફેંકી દેવા જોઈએ. એમાં જ આપણું શ્રેય છે. એના મૃત્યુથી હું સ્વતંત્ર બની જઈશ ત્યારે તમાને એવા અનેક પુત્ર થશે. આથી આપણાં સુખમાં આડે આવતા આ કાંટાને અત્યારથીજ નિર્મૂળ કરવામાં કોઈ પણ પ્રકારના વિચાર ન કરવા જોઈએ. દીર્ઘ રાજાનું આ પ્રકારનું કહેવું સાંભળીને તે પાપિણી ચુલનીએ પેાતાના સુખની કામનાને વશ બનીને તે પાપી રાજાની સલાહને માની લીધી.
દી રાજાની સલાહ પછી ચુલનીએ દીર્ઘરાજાને કહ્યું કે, એને મારી નાખવા જોઇએ એ વાત તેા ઠીક છે પરંતુ એને મારવા કઈ રીતે ? એને મારી નાખતાં લેાકેામાં શકા આશકા ન જાગે એ પણ વિચારવા જેવું છે, રાણીની વાત સાંભળીને દીરાજાએ કહ્યું, જીએ ! હું તેના ઉપાય ખતાનું છું, એના વિવાહના સમારંભ રચવામાં આવે, અને વરવધૂ માટે એક સ્વતંત્ર મહેલ તૈયાર કરાવીએ. એ મહેલનું લાખથી નિર્માણ કરવામાં આવે, એમાં આવવા જવાનાં છુપાં દ્વાર રાખવામાં આવે. જ્યારે વરવધૂ એમાં સૂતેલાં હોય એ સમયે હું તેમાં આગ લગાડી દઈશ અને જનતાને બતાવવા માટે એવી જાહેરાત કરાવીશ કે, અકસ્માત્ અગ્નિ લાગવાથી વરવધૂ એ મહેલમાં બળીને ખાખ થઈ ગયાં. અફ્સોસ! આ ઘણી જ દુઃખકારક અને ઘટના ખની આમ કહીને દીરાજા કાઈ ખીજા કામ માટે બહાર ચાહ્યા ગયા. આ પછી ઘેાડા સમયને અંતરે એવી વાત વહેતી કરી કે રાજકુમારના વિવાહ પુષ્પસૂલ રાજાની પુત્રી પુષ્પવતી સાથે નક્કી કરવામાં આવ્યા છે. પ્રજાજનામાં જ્યારે આ વાત જાહેર થઈ ત્યારે વરવધૂ માટે નવા મહેલ બનાવવાની તૈયારીએ પણ થવા માંડી અને ભારે ઝડપથી આકષક એવા મહેલ તૈયાર કરવામાં આવ્યો. જેમાં સેકડા થાંભલાઓ અને કળાકારીગરીથી ભરેલું નકશીકામ કરવામાં આવ્યું હતું. બહારથી ભારે કળાકારીગરીવાળા દેખાતા આ મહેલને અંદરથી લાખ યુક્ત એને જેમાં ગુપ્ત એવાં છુપાં અવર જવરવાળાં સ્થાન રાખવામાં આવ્યાં હતાં.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૯