Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બને દ્રોહ કરનારા છે એમ સમજીને તે બંને ભાઈઓને જનતાએ મૂઢ માર મારી આખરે નગરની બહાર હાંકી કાઢ્યા. એ બન્ને જણાએ પિતાની આ પ્રકારની દશા જોઇને તેમના ચિત્તમાં ભારે એવી ગ્લાની વ્યાપી ગઈ ધિક્કાર છે આ સમયને ! કે જેમાં ગુણોની જરા સરખી પણ કદર નથી આ પ્રકારે ખેદખિન્ન બનીને ચાલતા ચાલતા તેઓ નગરની બહારના એક ઉદ્યાનમાં આવ્યા અને વિચારવા લાગ્યા કે, ધિક્કાર છે અને કે, કેવળ અમારી જાતીના કારણે માનવજાતિએ માન્ય રાખેલ કળાઓને પણ તિરસ્કાર થાય છે. કળાના તિરસ્કારનું કારણ અમે જ છીએ. કળાએ ન તે અમારામાં આવતી કે ન તે તેને અનાદર થતો. અમારી માતંગ જાતિએ જ અમારૂં રૂ૫, લાવણ્ય, યૌવન, નૃત્ય, ગીત અને સંગીત ' આદિની કળાના કલાપને સમસ્ત જનતા તરફથી અપમાનીત બનાવેલ છે. આ કારણે એ તિરસ્કારની અપેક્ષાએ તો આપઘાત કરજ શ્રેયસ્કર છે આ પ્રકારના વિચારોથી ઓતપ્રેત બની તે બન્ને ત્યાંથી પિતાના બંધુજનેને પૂછયા વગર દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેમણે એક ઉંચે પહાડ . તે જોઈ તેમના મનમાં વિચાર આવ્યો કે આના ઉપર ચડીને ત્યાંથી પડતું મૂકવું એજ યોગ્ય છે. આ પ્રમાણે નિશ્ચય કરી બને જણ એ પહાડ ઉપર ચડયા. એ વખતે એકાએક તેમની નજર એક શિલા નીચે બેઠેલા મુનિરાજના ઉપર પડી. મુનિરાજનાં સર્વ અંગે તપસ્યાની વિકટતાથી શુષ્ક બની ગયાં હતાં. મોઢા ઉપર સદેરકમુખવત્રિકા બાંધી હતી. એ વખતે તે મુનિરાજ ધ્યાનમગ્ન દશામાં તપ કરી રહ્યા હતા. આ સમયે મુનિરાજના અચાનક દર્શનથી તેમના અશાંત હૈયામાં ધૈર્યની રેખા પ્રગટી મક્કમ દીલે તે બન્ને જણાએ મુનિરાજની પાસે જવા પગ ઉપાડયા.
ત્યાં પહોંચતાં જ તેમની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. ભક્તિથી વિહળ બનીને બંનેએ મુનિરાજના ચરણોમાં મસ્તક નમાવ્યાં. મુનિરાજે પણ “દયા પાળે” એવું કહીને તેમને આવવાનું કારણ પૂછ્યું. મુનિરાજ સમક્ષ તેમણે પોતાનું આદીથી અંત સુધીનું યથાવત વૃત્તાંત કહી દીધું. અંતમાં પર્વત પર ચડીને જીવન સમાપ્ત કરવાની વાત પણ કહી દીધી. એ સાંભળીને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૨