Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્ત હેવાથી અને બ્રહ્મચર્યના અભાવવાળા હોવાથી આપ લેક જાતિથી પણ બ્રાહ્મણ કહેવડાવવાને યોગ્ય નથી. ભલે આપ ઈન્દ્રગેપ કીડાની માફક નામથી બ્રાહ્મણ રહ્યા. તેમ બાલકીડાની માફક આ અગ્નિહોત્ર આદિ હેય કર્મોમાં નિરત હેવાના કારણે આપ લોક સમ્યગૃજ્ઞાન રૂપ પારમાર્થિક વિદ્યાથી પણ વિહીન છે. આ કારણે જાતિ અને વિદ્યાથી વિહીન હોવાથી કેવળ નામ માત્રના બ્રાહ્મણને બ્રાહ્મણ લક્ષણોથી યુક્ત તેમજ ગુણગામી માનવા ગ્ય નથી. પછી એ કઈ રીતે માની શકાય કે આપ લેક પુણ્યાંકુર જનનને યોગ્ય ક્ષેત્ર છે. આવી સ્થિતિ સંપન્ન આપ લોક કેવળ પાપોનાજ ઉત્પાદક ક્ષેત્ર માન્યા ગયા છે. અને સમ્યકજ્ઞાનનું ફળ વિરતિ જ હોય છે. ક્રોધ ભરેલા એવા આપમાં વિરતિને તે સંભવ છે જ નહીં. આથી તેના અભાવમાં વિદ્યાજ્ઞાન પણ નિષ્ફળ રહેવાથી અસફળ જ માનવામાં આવે છે. આ કારણે આપ લેક વિદ્યા વિહીન જ છે. જે ૧૪
કદાચ એ લોકો એમ કહે કે, અમે લેકે વેદવિદ્યા અને બ્રહ્મવિદ્યાને જાણીએ છીએ આથી બ્રાહ્મણ અને વિદ્યા સંપન જ છીએ છતાં પણ અમને જાતિ વિદ્યા વગરના કેમ કહે છે ? એનું સમાધાન આ પ્રકારનું છે.
“સુરથ મો મ ” ઈત્યાદિ !
અન્વયાર્થ–મો-મો હે બ્રાહ્મણે! તુસેરા-જૂથં સત્ર તમે આ લોકમાં જિળ મા દશા– િમારઘર કેવળ વેદ સંબંધી વાણીના ભારને ઉપાડનાર છે, કેમકે, તમે લકે પારમાર્થિક અર્થના જ્ઞાતા નથી. અંગ ઉપાંગ સહીત હોવાથી તેનું વજન ઘણું જ ભારે થઈ જાય છે તથા તેમાં પારમાર્થિક અર્થ વિહીનતા પણ પ્રાધાન્ય રૂપથી રહેલ છે. આથી તે એક પ્રકારનો ભાર છે. તેને આપ લોકે પિતાના મગજમાં ધારણ કરવાથી તેને ભારજ ઉપાડી રહ્યા છે. આથી એક પ્રકારના આપ સઘળા ભાર ઉપાડનાર જ છે.
આ ઉપર જે કદાચ તેઓ એમ કહે કે, વેદમાં પારમાર્થિક અર્થ નથી તે એ વાત બરોબર નથી. વેદમાં પારમાર્થિક અર્થ છે જ. આ કારણે તમે ભારવાહક અમને કેમ કહો છો. આ પ્રકારે આપનું કહેવું આપની આજ્ઞાનતાનું જ કારણ માત્ર છે. આ પ્રકારની આ શંકાનું સમાધાન સૂત્રકાર આગળના પદો દ્વારા કરતાં કહે છે-“અ” ઈત્યાદિ !
હે બ્રાહ્મણો ! આપ લોકેએ વેણ શકિન્ન – વેરાન વધીત વેદનું અધ્યયન કરેલ છે તે પણ મઝું રાહ – અર્થ નાનીથ ઋગવેદ આદિમાં યત્ર મુત્રચિત (જે તે સ્થળે) સ્થળમાં છુપાયેલા અને પારમાર્થિક તત્વને આપ લેકે જાણતા નથી. કદાચ જાણતા હતા તે “મા હિંત સર. માનિ કેઈ પણ જીવને મારે નહીં આ વેદમંત્રનું અધ્યયન કરવા છતાં પણ આપ લોક આ હિંસામય યજ્ઞ કરવામાં શા માટે પ્રવૃત્ત બની રહ્યા છે ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨