Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે રાજકુમારી જીવી શકતી હોય તે આમાં કઈ જાતની આપત્તિ નથી. આ પ્રકારને વિચાર કરી રાજા વિવાહને સાજ લઈને કન્યાની સાથે તે યક્ષના મંદિરે પહોંચ્યા. ત્યાં જઈ તેણે હાથ જોડીને મુનિરાજને કહ્યું કે, ભગવન ! આપને આ કન્યાએ ગુરુત્તર (ઘણે મોટો) અપરાધ કરેલ છે. એથી હું પરિચારિકા તરીકે આપને સેંપું છું. આપ કૃપા કરી એને સ્વીકાર કરે. વિનયથી ભરપૂર એવાં રાજાનાં વચન સાંભળી મુનિએ કહ્યું કે, રાજન ! મુક્તિ માર્ગમાં ચાલનારા સંયમીઓને કામિની અકય હોય છે. કેમકે, તે સ્વભાવતઃ એના સંયમ રૂપ ચંદ્રમાને ગળી જવામાં રાહુ જેવી માનવામાં આવેલ છે. શમ–દમ આદિ નંદનવનને બાળી નાખવામાં તે દાવાનળ સમાન મનાયેલ છે. ધર્મરૂપ વૃક્ષનું ઉમૂલન કરનાર મન્મત્ત ગજરાજ જેવી બતાવાયેલ છે. સમતારૂપ ૫લતાને ઉખાડવામાં તે કુહાડા જેવી છે. આ માટે હે રાજન ! આપની પુત્રીથી મારે કઈ પ્રયજન નથી. યક્ષે જ્યારે મુનિની આ સ્થિતિ જોઈ ત્યારે તેણે પોતાના પ્રભાવથી એજ વખતે એ મુનિરાજને અંતર્ધાન કરીને પિતે મુનિને વેશ ધારણ કરી લીધું અને રાજાના અત્યંત આગ્રહ પછી તે રાજપુત્રીની સાથે વિવાહ કરી લીધું. રાજા આ રીતે પુત્રીને વિવાહ કરી પોતાની રાજધાનીમાં પાછા ફર્યા. રાજકન્યા તે યક્ષાલયમાં રાતભર એકલી રહી. સવાર થતાં જ તે યક્ષે પિતાના પ્રભાવથી અદશ્ય બનાવેલ તે મુનિને પ્રગટ કરી દીધા. પ્રગટ થતાંની સાથેજ મુનિએ તે રાજપુત્રીને કહ્યું. જુઓ હું મુનિ છું, અને સ્પર્શ કરે પણ મારા માટે મનાઈ છે. તે પછી વિચારે કે, હું તમારે સ્વીકાર કઈ રીતે કરી શકું? યક્ષેજ મુનિનો વેશ બનાવી તમારી સાથે વિવાહ કર્યો છે. મેં કરેલ નથી. આથી તમે તમારે ઘેર ચાલ્યાં જાઓ. મુનિએ જ્યારે રાજપુત્રીને આ પ્રકારે કહ્યું એટલે તે ત્યાંથી ચાલીને પિતાના પિતાની પાસે પહેચી અને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. રાજપુત્રી જ્યારે પિતાના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૨૨