Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાઈ–ઝા-ગણે આ સંસાર સમુદ્ર તુલ્ય છે મરિ-માણે કે જેમાં પ્રાણીઓની અનંત અને અત્યંત દુઃખદાયક એવી જન્મ મરણની પરંપરા જાણેકે એક મહાન પ્રવાહ જેમ ચાલતી જ રહે છે. –ણ કઈ કઈ જીવજ-જેવાકે મહાપુરુષ આદિનાથ ભગવાનના વૃષભસેન ગણધર વિગેરે જેવા ભવ્ય જીજ તિજોરીઃ તેને તરીને સામે કાંઠે જઈ શકે છે. આ સંસારરૂપ સમુદ્ર કુત્તર-દુત્તરે પાર કર નાનાં બચ્ચાંનાં ખેલ નથી પણ ઘણું જ કષ્ટથી પાર કરી શકાય છે. જે વ્યક્તિ સંસારસમુદ્રને પાર કરતાં આવી પડનારાં મહાન કન્ટેને સહન કરી લ્ય છે, તે જ મહાપુરુષ આ સમુદ્રને સામે કાંઠે પહોંચી શકે છે. નહીંતર વચમાં જ ગોથાં ખાતાં ખાતાં પિતાનું જીવન સમાપ્ત કરે છે. રૂમેં મં કરૂનમ્ આ સંસારરૂપી સમુદ્રને કયા મહાપુરુષે કઈ રીતે પાર કર્યો ? આ પ્રશ્ન માને-મહાપ્રજ્ઞાશાળી–જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ રૂપથી નષ્ટ થતાં સમસ્ત દ્રવ્યાના સમસ્ત ગુણ અને પર્યાયને વિષય કરવાવાળા એવા કેવળજ્ઞાનના અધિપતિ –ા: એક તીર્થકર નામ કર્મના ઉદયથી સર્વોત્કૃષ્ટ વિભૂતિ સંપન હોવાના કારણે અદ્વિતીય એવા શ્રી વર્ધમાન સ્વામીએ તર-તત્ર દેવ મનુષ્યની સભામાં વારે-વારે કહેલ છે. અર્થાત્ સંસારસમુદ્રને મહાપુરુષોએ કેવી રીતે પાર કર્યો? આ પ્રશ્નનું સમાધાન તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીએ સમવસરણની વચમાં કર્યું છે.
ભાવાર્થ–આ સંસાર એક સમુદ્ર તુલ્ય છે. એમાં જન્મમરણની પરંપરા એ એક મહા પ્રવાહ જેવી છે. આ મહાપ્રવાહમાંથી પાર ઉતરવું એ દરેક જીવ માટે સુલભ વસ્તુ નથી. એમાંથી પાર ઉતરવું એ મહા કડીની વાત છે. એમાંથી પાર ઉતરવાનું કાર્ય તે આદિનાથ પ્રભુના પ્રથમ ગણધર વૃષભસેન આદિ મહાત્મા જેવા ભવ્ય પ્રાણીજ કરી શકે છે. તેમણે સંસારસમુદ્રને મહાપ્રવાહ કઈ રીતે પાર કર્યો ? આ પ્રશ્નનું સમાધાન શ્રી વર્ધમાનસ્વામીએ સમવસરણની વચમાં કર્યું છે. આ વિષયનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવેલ છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એવી આ ચાર ગતિ જ આ સંસારરૂપી સમુદ્રનું પરિમંડળ છે. જન્મ, જરા (ઘડપણ) અને મરણરૂપી જળ એમાં ભરેલાં છે. સંગ અને વિગ એ આ સમુદ્રના તરંગો છે, આધિ, વ્યાધિ અને દ્રારિદ્રય વગેરેનાં દુઃખોથી ચિત્કાર કરતો એ જે કરૂણ વિલાપ છે તે જ એના “ઘર ઘર અવાજ છે. આઠ કમરૂપી પાષાણોની સાથે તે અથડાયા કરે છે, ક્રોધાદિક કષાયે એમાં પાતાલકળશ સ્વરૂપ છે, રાગદ્દેશ વિગેરે રૂપી જેમાં નક અને મગરમચ્છ ઉછળી રહેલા છે આટલા બધા ભયવાળા એ સંસાર સમુદ્રને પાર કર ઘણે દુષ્કર છે તેમ સૂત્રકાર કહી રહ્યા છે. એવા આ સંસાર સમુદ્રને વફ્ટમાણ સકામમરણથી કે કોઈ મહાપુરુષ જ પાર કરી શકયા છેબધા નહીં. ગાથામાં જે “એક પદ આવેલ છે, એનાથી સૂત્રકારે એ સૂચવ્યું છે કે, ભરતક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થંકર થાય છે. જે ૧૫
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૪ ૯