Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કપિલથી ન રહેવાયું એટલે તે પણ તેની સાથે રેવા લાગે. રેતાં રોતાં તેણે માતાને પૂછયું, હે માતા ! એવું તે શું કારણ છે કે આજે તું રડી રહી છે? માતાએ કપિલને કહ્યું, પુત્ર! જરા નજર તે કર કે આ નવા પુરહિત તે જે ઠાઠમાઠથી જઈ રહેલ છે, એ સઘળી સંપત્તિ એક કાળે તારા પિતાની હતી. તું નિર્ગુણ નિકળે એટલા માટે તે સઘળે અસ્પૃદય આજે આ નવા પુરોહિતને મળે છે. આ બધી વાતે યાદ કરતાં આજે મારી આંખમાં આંસુ ઉભરાય છે. માતાની વાત સાંભળીને પુત્રે કહ્યું-મા મને બતાવ કે હું કયા અધ્યાપકની પાસે વિદ્યાભ્યાસ કરવા માટે જાઉં કે જેથી હું વિદ્વાન બની શકે ? પુત્રની આ વાત સાંભળીને માતા યશાએ કહ્યું- બેટા ! કેને બતાવું? અહિ તે તને કેઈ ભણાવશે નહીં. કારણ કે તને ભણાવનાર ઉપર આ નવ પરહિત આપત્તિ ઉભી કરશે. માટે જો તારે ભણવું જ હોય તે તું શ્રાવસ્તી નગરીમાં જા. ત્યાં તારા પિતાના મિત્ર ઈન્દ્રદત્ત નામના એક બ્રાહ્મણ રહે છે. તેઓ પરમ વિદ્વાન છે. તે તને ભણાવશે. માતાની આ પ્રમાણે વાત સાંભળીને કપિલ વિદ્યાભ્યાસ અર્થે કૌશાંબી છેડીને શ્રાવસ્તી પહોંચ્યો. ત્યાં પહોંચીને તે પિતાના પિતાના મિત્ર ઈન્દ્રદત્ત બ્રાહ્મણની પાસે ગયા અને સાદર પ્રણામ કરી પિતાનું નામ તથા ગોત્ર બતાવી એમને વિનંતિ કરી કે હું આર્ય! મને ભણ! હું આપની પાસે વિદ્યા ગ્રહણ કરવા આવ્યો છું. કપિલની વિનંતિથી પ્રભાવિત બનીને ઉપાધ્યાયે કહ્યું કે–વત્સ ! તારે આ વિચાર પ્રશંસનીય છે. કેમકે, જે મનુષ્ય વિદ્યાથી રહિત હોય છે તેને પશુ જે માનવામાં આવે છે. પશુ તેમજ વિદ્યાથી ૨હિત વ્યક્તિ વચ્ચે કોઈ અંતર નથી હોતું. આલોક તેમજ પરકમાં વિદ્યાને કલ્યાણ દેવાવાળી માનવામાં આવેલ છે. કહ્યું પણ છે–
विद्यानाम नरस्य रूपमधिकं प्रच्छन्नगतं धनं,
विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः। विद्या बन्धुजनो विदेशगमने विधा परं दैवतं,
विद्या राजसु पूज्यते नहि धनं विद्याविहीनः पशुः ॥१॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧૬