Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જુઓ વિદ્યા મનુષ્યનું વિશિષ્ટ રૂપ છે, તે મનુષ્યનું સુરક્ષિત એવું ધન છે, વિદ્યાજ અનેક ભેગોને આપનાર છે, એનાથી જ યશ અને સુખની પ્રાપ્તિ થાય છે, એ ગુરુઓની પણ ગુરુ છે. પરદેશમાં બંધુઓનું કામ કરવાવાળી અને સર્વોત્તમ દેવતા સ્વરૂપ એવી એક વિદ્યા છે. રાજાઓની પાસે જવાથી વિદ્યાની જ પ્રતિષ્ઠા થાય છે, ધનની નહીં. આ કારણે વિદ્યા વગરને મનુષ્ય પશુતુલ્ય માનવામાં આવેલ છે. જે ૧૫
આ પ્રમાણે કહીને ઈન્દ્રદત્તે કપિલનું વિદ્યા પ્રત્યે ખૂબ આકર્ષણ વધાર્યું સાથે સાથે પોતાની પરિસ્થિતિ પણ તેને સમજાવી દેતાં કહ્યું કે, કપિલ ! મારા મનમાં એ વાતનું દુઃખ થાય છે કે, હું તને ખાવા પીવાની સહાયતા કરી શકું તેમ નથી. ઉપાધ્યાયની પરિસ્થિતિ જાણીને કપિલે તેમને કહ્યું- મહારાજ ! આપ એની ચિંતા ન કરે. હું ભિક્ષાવૃત્તિ કરીને મારો નિર્વાહ કરતો રહીશ. ઉપાધ્યાયે કહ્યું કે, વત્સ ! આ રીતે કામ ચાલી શકે નહીં. આ માટે હું કોઈ શેઠને વિનંતિ કરીને તારા ભજનની વ્યવસ્થા કરી આપું તે તું મારી સાથે ચાલ. એમ કહીને ઈન્દ્રદત્ત કપિલને પિતાની સાથે લઈને શાલિભદ્ર સેઠના મકાને પહોંચ્યા. શાલિભદ્ર શેઠે ઈન્દ્રદત્ત પંડિતને પિતાના રહેઠાણે આવેલા જોઈ આદરપૂર્વક નમસ્કાર કર્યા અને તેમને ઉત્તમ આસન ઉપર બેસાડીને ખૂબ વિનયની સાથે પૂછયું. મહાભાગ ! કહે કેમ પધારવું થયું? ઉપાધ્યાયે કહ્યું, મારા મિત્રને આ પુત્ર છે, તે મારી પાસે વિદ્યા ભણવા માટે આવ્યું છે. તેને ખાવા પીવાની વ્યવસ્થા નથી તે આપ તેને પ્રબંધ કરી આપે બસ આ કામની પૂર્તિ નિમિત્તે હું આપની પાસે આવ્યો છું. શાલિભદ્ર શેઠે ઉપાધ્યાયની વાત ખૂબ જ હર્ષ સાથે સ્વીકારી લીધી.
હવે કપિલ, શાલિભદ્ર શેઠે બતાવેલા સ્થાને આવી પિતાના હાથથી ભજન બનાવી ખાવા પીવા લાગે અને પંડિત ઈનદ્રદત્ત પાસે ભણવા લાગ્યો. શાલિન ભદ્ર શેઠને એક દાસી હતી તે યુવાન વયની હતી. તે રસોઈનાં વાસણ માંજ વાનું તેમજ રસેઈના સ્થાનને લીંપવા કરવાનું કામ કરતી હતી. કપિલ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૧ ૭