Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાતનું નિરીક્ષણ કરી ચારજ્ઞાન ધારક મણિચૂડ મુનિને પૂછ્યું કે, હે ભદન્ત ! દેવાએ તેમજ ઉત્તમ મનુષ્ય એજ નીતિના પ્રચાર કરેલા છે એને જો એજ નીતિમાગ નું ઉલ્લંઘન કરે તે પછી બીજાનું તા શું કહેવું? આ દેવના આ પ્રકારના અવિધિવાળા શિષ્ટાચારને જોઈને મને ઘણું આશ્ચય થાય છે કે, આ દેવે સ દોષ રહિત સાધુગુણસમન્વિત આપ મુનિરાજને છેડીને સર્વ પ્રથમ આ સ્ત્રીને નમસ્કાર કર્યાં. આપ બતાવા કે, એવું તેણે શા કારણે કર્યું? જ્યારે વિદ્યા ધરે મુનિને વિનય કરવામાં વિષય્યસના કારણને પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું કે, સાંભળે ! સૂદનપુરમાં મણિરથ નામના એક રાજા હતા તેણે પેાતાના નાના ભાઇ યુગમાડુંને તરવારથી મારી નાખ્યા ત્યારે આ મદનરેખાએ તેને મૃત્યુ સમીપ જાણીને જૈનધર્મની પ્રાપ્તિ કરાવી. મરણાંતે યુગમાડુ ધર્મના પ્રભાવથી ૫ પાંચમાં બ્રહ્મદેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. આ એજ દેવ છે જેને આ મદનરેખાએ અંતકાળ સમયે ધર્મોપદેશ આપ્યા હતા. જેથી તેને પરમ્ ઉપકાર કરવાવાળી માનીને સપ્રથમ તેને નમસ્કાર કર્યાં છે બીજી તરફ તે મણિરથ રાજા પોતાના નાના ભાઈને મારીને નગરમાં જઈ રહ્યો હતા ત્યારે રસ્તામાં એક ભયંકર કાળા સપે તેને દશ દાધા તેને કારણે તે ત્યાં જ મરીને દસ સાગરોપમ સ્થિતિવાળી ચેાથી નરકમાં જઈને ઉત્પન્ન થયા. આ વૃત્તાંત સાંભળીને મણિપ્રભ વિદ્યાધર સ્વદારસતાષવ્રત ધારણ કર્યું અને મદનરેખાને પેાતાની બહેનના ભાવથી માનીને તેની પાસે પેાતાના સમસ્ત દોષાની માફી માગી.
મદનરેખાએ ત્યાં ચારણુ શ્રમણુ મુનિને કહ્યું, ભદન્ત ! હું મારા નાના પુત્રના વૃત્તાંતને જાણવા ઈચ્છું છું, પ્રભા ! કૃપાકરી મને જણાવા મુનિએ કહ્યુ, ભદ્ર ! સાવધાન થઈ ને સાંભળે. હું તમારા એ પુત્રનુ' વૃત્તાંત તમને સંભળાવું
પુષ્પશિખ ઔર નખશિખ કા વર્ણન
•
આ જસ્મૃદ્વિપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની અ ંતગત પુષ્કલાવતી વિજયમાં શ્રી મણીતારણુ નામનું એક નગર હતું. મિતયશ નામના એક ચકલી ત્યાંના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૧